અમરેલી કોરોના LIVE:જિલ્લામા કોરોના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો, દર બીજા દિવસે બમણા કેસ નોંધાય છે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી શહેરમાં સૌથી વધુ કેસ

અમરેલી જિલ્લામા કોરોના કેસ રોકેટ ગતિથી આગળ ધપી રહ્યાં છે. દરરોજ કેસની સંખ્યામા ઉછાળો આાવી રહ્યો છે. દર બીજા દિવસે બમણા કેસ નોંધાઇ રહ્યાં છે. ગત બુધવારે જિલ્લામા 26 કેસ હતા. જયારે ગુરુવારે 52 કેસ નોંધાયા હતા. જે પૈકી સૌથી વધુ 19 કેસ અમરેલી શહેરમાં નોંધાયા હતા. છે. જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમા જિલ્લામાં 52 કેસ આવ્યા હતા. લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના 6 કર્મચારી પોઝિટિવ આવ્યાં હતા.

આ ઉપરાંત બાબરામા 4, બગસરામા 7, કુંકાવાવમા 6, લાઠીમા 4 અને રાજુલામા 5 કેસ નોંધાયા છે. લીલીયા તાલુકામા પણ 9 કેસ નોંધાયા છે. જે પૈકી લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના 6 કર્મચારી પોઝિટિવ છે. આ ઉપરાંત આંબા ગામે 2 અને સલડીમા 1 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...