અમરેલી કોરોના LIVE:જિલ્લામા કોરોના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો, ગુરુવારે એક જ દિવસમા 2 કેસ આવ્યા

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના 6 કર્મચારી પોઝિટિવ

અમરેલી જિલ્લામા કોરોના કેસ રોકેટ ગતિથી ઉછળી રહ્યાં છે. ગુરુવારે એક જ દિવસમા જિલ્લામાં 52 કેસ આવ્યા હતા. લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના 6 કર્મચારી પોઝિટિવ આવ્યાં હતા.

અમરેલી જિલ્લામા કોરોના કેસ રોકેટ ગતિથી આગળ ધપી રહ્યાં છે. અને દરરોજ કેસની સંખ્યામા ઉછાળો આાવી રહ્યો છે. બુધવાર કરતા ગુરુવારે બમણા કેસ નોંધાયા હતા. બુધવારે જિલ્લામા 26 કેસ હતા. જયારે ગુરુવારે 52 કેસ નોંધાયા હતા. જે પૈકી સૌથી વધુ 19 કેસ અમરેલી શહેરમા છે.

આ ઉપરાંત બાબરામા 4, બગસરામા 7, કુંકાવાવમા 6, લાઠીમા 4 અને રાજુલામા 5 કેસ નોંધાયા છે. લીલીયા તાલુકામા પણ 9 કેસ નોંધાયા છે. જે પૈકી લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના 6 કર્મચારી પોઝિટિવ છે. આ ઉપરાંત આંબા ગામે 2 અને સલડીમા 1 કેસ નોંધાયા હતા.

દરમિયાન વડીયામા સુરગવાળા હાઇસ્કુલના એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેને પગલે પાંચ દિવસ સુધી શાળા બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અહી 12 શિક્ષકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. જેના રિપોર્ટ આજે આવશે.

અન્ય સમાચારો પણ છે...