તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

અમરેલી16 દિવસ પહેલા
  • ધારી ગીર જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં આજે બપોર બાદધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરા શહેર શહેરમાં અને આસપાસ ગામડામા ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચમારડી,ચરખા,ધરાઈ,ફુલઝર સહિત આસપાસના ગામડામા બીજી ઇનિંગનો સારો વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા છે.

જિલ્લામાં આજે સતત વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધારી ગીરના સરસરિયા,રોડ પર આવેલ વેકરાળો નદીમાં પણ પુર આવ્યું હતુ અહીં પણ ધોધમાર વરસાદ સમી સાંજે પડ્યો હતો. ધારીના ચલાલા,જર,મોરજર, સહિત આસપાસ મીઠાપુર જેવા અનેક ગામડામા વરસાદ પડી રહ્યો છે જેના કારણે ધરતી પુત્રોને ઘણા અંશે રાહત થઈ છે બીજી તરફ ધારી ના ગોપાલગ્રામ, પાદરગઢ,હાલરીયા સહિત કેટલાક ગામડામા વરસાદી જાપટા પડી રહ્યા છે

રાજુલા જાફરાબાદ પંથકમાં ધીમીધારે વરસાદી માહોલરાજુલા શહેર અને જાફરાબાદ તાલુકા આ કોસ્ટલ દરિયાઈ બેલ્ટ પર વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ધીમીધારે તો ક્યાંક વરસાદી જાપટુ પડયુ હતુ હાલ સમગ્ર જિલ્લામા મોડી રાતે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...