તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નાગનાથ સર્કલ પાસે રોડનું કામ અધૂરૂં હોવાથી લોકોને હાડમારી, મસમોટા ખાડાથી વાહન ચાલકોને સતાવતો અકસ્માતનો ભય

અમરેલી8 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલીના નાગનાથ સર્કલ પાસે માર્ગની કામગીરી અધૂરી હોવાથી લોકોની મુશ્કેલી વધી છે. અહીં મસમોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સર્જાય છે. ઉપરાંત વારંવાર ટ્રાફિક જોવા મળે છે. ત્યારે અહીં ક્યારે રોડ પૂર્ણ કરાશે તેવા સવાલ ઉઠ્યો છે.

શહેરના નાગનાથ સર્કલથી હરિરામબાપા ચોક સુધી છેલ્લા 6 માસથી એક તરફના માર્ગની કામગીરી અધૂરી હતી. જે બાદ તંત્રએ 20 દિવસ પહેલા અહીં માર્ગની કામગીરી પૂર્ણ કરી છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્રએ નાગનાથ સર્કલ અને હરિરામબાપા ચોકમાં 20 ફૂટના અંતરે રોડની કામગીરી અધૂરી મૂકી દીધી છે. અહીં નવા માર્ગ માટે ખાડાઓ પણ ખોદી નાખ્યા છે.

જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના મુખ્ય માર્ગ પર બંને છેડે ખાડાઓ હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત નાના વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેવા સમયે નાગનાથ સર્કલ પાસે માર્ગની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો