તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Road From Rajula To Old Barpatoli In Disrepair, Villagers Disturbed By Accident: Presentation To Collector Of National Dalit Rights Forum

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રાજુલાથી જુની બારપટોળી સુધીનો માર્ગ બિસ્માર, ગ્રામજનો અકસ્માતની ઘટનાથી પરેશાન : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની કલેકટરને રજુઆત

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજુલાના જુની બારપટોળી સુધીનો માર્ગ બિસ્માર હોવાથી પાલો ભરેલી રીક્ષા પલ્ટી મારી ગઇ. - Divya Bhaskar
રાજુલાના જુની બારપટોળી સુધીનો માર્ગ બિસ્માર હોવાથી પાલો ભરેલી રીક્ષા પલ્ટી મારી ગઇ.

રાજુલાથી જુની બારપટોળી સુધીમાં ત્રણ કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી બિસમાર છે. ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરાઇ નથી. મસમોટા ખાડાઓથી અનેક વખત અકસ્માત સર્જાય છે. તાત્કાલિક પણે જુની બારપટોળીનો માર્ગ નવો બનાવવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચએ કલેકટરને રજૂઆત કરી છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ જીતયાભાઈએ જણાવ્યું હતું કે રાજુલાથી જુની બાળપટોળી અને કાગવદર રોડ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. અહીં રસ્તા પર દોઢ ફૂટના ખાડાઓ ઉપજી આવ્યા છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. જૂની બારપટોળી ગામ નજીક રોડ પર ખાડાઓના કારણે રીક્ષા પલટી મારી ગઇ હતી.

ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર માર્ગની મરામત માટે રજૂઆત કરવામાં આવી છે. પણ નઘરોળ તંત્ર દ્વારા આજ દિન સુધી રોડ રીપેરીંગ કરાયો નથી. કેટલીક વખત તો અકસ્માતમાં વાહન ચાલકોને મોટી ઇજા પહોંચે છે. ત્યારે તાત્કાલિક અહીં ત્રણ કિલોમીટરનો રોડ નવો બનાવવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો