તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાેધમાર વરસાદ:જિલ્લામાં 3 ઇંચ વરસાદથી નદીઓમાં પુર

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા આજે પાેણાે ઇંચ વરસાદ પડયાે હતેા. જયારે તાલુકાના ચાૈત્રા ગામે ધાેધમાર બે ઇંચ વરસાદ વરસી જતા ગામની ગલીઓમા જાણે નદી વહેતી હેાય તેમ પાણી વહ્યાં હતા. - Divya Bhaskar
રાજુલામા આજે પાેણાે ઇંચ વરસાદ પડયાે હતેા. જયારે તાલુકાના ચાૈત્રા ગામે ધાેધમાર બે ઇંચ વરસાદ વરસી જતા ગામની ગલીઓમા જાણે નદી વહેતી હેાય તેમ પાણી વહ્યાં હતા.
  • બાબરામાં બે કલાકમાં સવા ત્રણ ઇંચ, ધારીમાં અઢી ઇંચ, રાજુલામાં પાેણાે અને ખાંભા તથા લાઠીમાં અડધાે ઇંચ વરસાદ
  • ચાૈત્રામાં 2 ઇંચ વરસાદથી ગામની ગલીઓએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું

અમરેલી જિલ્લા પર અાકાશમાથી અમીધારા વરસી રહી છે. બાબરા પંથકમા મેહુલીયાને રાેદ્ર સ્વરૂપ દર્શાવતા માત્ર બે કલાકમા સવા ત્રણ ઇંચ વરસાદ વરસાવી દીધાે હતાે. જેના કારણે કાળુભાર નદીમા ભારે પુર અાવ્યું હતુ. તાે ધારીમા પણ અઢી ઇંચ વરસાદથી ખેડૂતાે હરખાઇ ઉઠયાં છે. અાગામી ત્રણ દિવસ સુધી અહી ભારે વરસાદની અાગાહી છે. અમરેલી જિલ્લાની ધરતીને મેઘરાજા તૃપ્ત કરી રહ્યાં છે.

ખેડૂતાેની ઇંતેજારીનાે અંત અાવતાે હાેય તેમ અાજે અાકાશ અનરાધાર વરસી પડયુ હતુ. ખાસ કરીને બાબરા પંથકમા જાેરદાર વરસાદ તુટી પડયાે હતેા. અહી સતત બે કલાક સુધી ધાેધમાર વરસાદ વરસતા સવા ત્રણ ઇંચ પાણી પડી ગયુ હતુ. ગામની બજારાેમા જાણે વાેકળા વહેતા હાેય તેમ પાણી વહેતુ હતુ. કાળુભાર નદીમા પણ ભારે પુર અાવ્યું હતુ.

ચરખા, ચમારડી, ઇંગાેરાળા, નિલવડા સહિતના ગામાેમા અાવા જ વરસાદથી ચેકડેમાે છલકાયા હતા. જયાં વરસાદની સાૈથી વધુ ઘટ છે તે ધારી પંથક પર અાખરે વરૂણદેવની કૃપા ઉતરી અાવી હતી. અહી બપાેરે અઢી વાગ્યે અેક કલાકમા ધાેધમાર બે ઇંચ વરસાદ પડી ગયાે હતાે. જેને પગલે અહીની નદીઅાેમા પણ ભારે પુર અાવ્યુ હતુ અને ખાેડિયાર ડેમમા પાણીની અાવક થઇ હતી.

રાજુલામા પણ વરસાદની ખેંચ છે અને અાજે અહી પાેણાે ઇંચ વરસાદ વરસી ગયાે હતેા. ખાંભા તથા લાઠીમા ધીમીધારે અડધાે ઇંચ વરસાદ થયાે હતાે. અમરેલી, વડીયા, લીલીયા, સાવરકુંડલા અને બગસરા હળવા ઝાપટા પડયા હતા. અમરેલી પંથકમા છેલ્લા અેક સપ્તાહથી મેઘસવારી ચાલી રહી છે. અને છુટાેછવાયાે વરસાદ વરસી રહ્યાે છે. હજુ અાગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની અાગાહી છે જેના પગલે અા વિસ્તારમા ચાેમાસાના અારંભે જાેઇઅે તેવાે વરસાદ ખેડુતાેને મળી રહેશે.

જાફરાબાદ તાલુકાના ટીંબી તથા અાસપાસના વિસ્તારમા બે ઇંચ વરસાદથી અહીની રૂપેણ નદીમા ભારે પુર અાવ્યું હતુ. અહી નદીના પટમા બેસી ધંધાે કરતા બે વેપારીની કેબીન પુરમા તણાઇ ગઇ હતી. અહીના પુલ પરથી પાણી વહેતુ હાેય અેક કલાક સુધી માર્ગ વ્યવહાર ખાેરવાઇ ગયાે હતાે.

કયા કેટલાે વરસાદ
બાબરાસવા ત્રણ ઇંચ
ધારીઅઢી ઇંચ
રાજુલાપાેણાે ઇંચ
ખાંભાઅડધાે ઇંચ
લાઠીઅડધાે ઇંચ
અન્ય સમાચારો પણ છે...