ગૌરવ:અમરેલીના ચકરગઢ ગામની રિંકલ પટેલે કરાટે સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે બે બ્રોન્ઝ મેડલ જીત્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 મેના રોજ સિત્તો કરાટે સ્કૃલ ઓફ ઇન્ડિયા મનાલી દ્વારા સ્પર્ધા યોજાઇ હતી

અમરેલીના જિલ્લાના ચકરગઢ ગામની રિંકલ પટેલે કરાટે સ્પર્ધામાં રાષ્ટ્રીટ કક્ષાએ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સ્પર્ધા 28 મેના રોજ મનાલીમાં યોજાઇ હતી. જેમાં 12 રાજ્યના 350 સ્પર્ધકોમાં રિંકલે બે બ્રોન્ઝ મેડલ જીતીને રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે.

મુળ અમરેલીના ચકરગઢ ગામની અને હાલ અમદાવાદના નિકોલ ખાતે રહેતી રિંકલ અશ્વિનભાઇ પટેલે તા. 28 મેના રોજ સિત્તો કરાટે સ્કૃલ ઓફ ઇન્ડિયા મનાલી દ્વારા રાષ્ટ્રીય સ્તરે કરાટે સ્પર્ધામાં કોચ શક્તિ જયસ્વાલ અને ભૂમિ પટેલના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જેમાં કરાટે સ્પર્ધામાં 12 રાજ્યોના 350 સ્પર્ધકોમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે 2 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ પ્રસિદ્ધિ બદલ ચકરગઢ ગામ અને પાનસુરીયા સમાજનું ગૌરવ વધારવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...