સાધારણ સભા:કોરોના કાળમાં અમરેલી જિલ્લાના ખેડૂતો માટે રિવોલ્વીંગ ફંડ આશીર્વાદરૂપ નિવડ્યું: સંઘાણી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં અમર ડેરી, જિલ્લા બેંક અને ખરીદ-વેચાણ સંઘની સંયુકત સાધારણ સભા મળી

અમરેલીમા અમર ડેરી ખાતે અમર ડેરી ઉપરાંત જિલ્લા મધ્યસ્થ બેંક અને જિલ્લા ખરીદી વેચાણ સંઘની ટાેચની સંસ્થાની સંયુકત સાધારણ સભા અેનસીયુઅાઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમા મળી હતી. ઉપરાંત અાવનારા સમય માટે હાથ ધરાનારી યાેજનાઅાેનાે અહી ચિતાર અપાયાે હતાે.જિલ્લાના સહકારી અાગેવાનાેની ઉપસ્થિતિમા યાેજાયેલી અા સંયુકત સાધારણ સભામા બાેલતા દિલીપભાઇ સંઘાણીઅે જણાવ્યુ હતુ કે દેશ અને દુનિયાની સહકારી પ્રવૃતિમા ગુજરાતની સહકારી પ્રવૃતિ કેાઇને કાેઇ રીતે અચુક યાદ કરાય છે.

કાેરાેના કાળમા અમરેલી જિલ્લાના ખેડૂતાે માટે રીવાેલ્વીંગ ફંડ અાશિર્વાદરૂપ નીવડયુ હતુ. તે નાેંધનીય બાબત છે. જયારે નારણભાઇ કાછડીયાઅે જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લા બેંક અેક અેવી બેંક છે જયાં ખેડૂતાેની સમસ્યાઅાેનુ નિરંતર નિરાકરણ લવાય છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાઅે અા તકે જણાવ્યુ હતુ કે સહકારના માધ્યમથી દિલીપભાઇઅે અા જિલ્લામા કરેલા કામાે સાૈની નજર સામે છે.

હવે અાખા દેશમા અા પ્રણાલી કામ કરતી થશે. જયારે દુધ સંઘના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાઅે કહ્યું હતુ કે પશુપાલન ક્ષેત્રે હજુ પણ અાગળ વધીને દુધ ઉત્પાદનમા માેખરાનુ સ્થાન હાંસલ કરવા પ્રયાસ થશે. અાવનારા સમયમા અહી અમર હની, પી-નટ બટર, અાેઇલ મીલ અને ફાર્મ ટુ ફુડ જેવા પ્રાેજેકટ અમલમા અાવી રહ્યાં છે. અહી જિલ્લા સંઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયા, મુકેશભાઇ સંઘાણી, અરૂણભાઇ પટેલ, દિપકભાઇ માલાણી, અેમડી ડાે.અાર.અેસ.પટેલ, બેંકના જનરલ મેનેજર બી.અેસ.કાેઠીયા, ભાવનાબેન ગાેંડલીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...