અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં એક જ દિવસમાં 3850 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. અહી કપાસનો પ્રતિ મણનો ભાવ બે હજારને પાર પહોંચ્યો હતો. કપાસની જબર આવકના કારણે યાર્ડમાં સફેદ સાદર પથરાઈ હતી.અમરેલી જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થયું હતું. ઓણસાલ સારા વરસાદના કારણે ઉત્પાદનમાં વધારો પણ થયો છે.
માર્કેટમાં 25 દિવસ પહેલા કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1700 સુધી હતો. પણ અછાન કપાસની માર્કેટમાં તેજી આવી હતી. અને કપાસનો પ્રતિ મણનો ભાવ બે હજારને પાર પહોંચી ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અને એક નવી આશા જાગી હતી.અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે 2730 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી.
અહી 1200 થી 2100 સુધી ખેડૂતોને ભાવ મળ્યા હતા. પરંતુ સરેરાશ ખેડૂતોને રૂપિયા 1717નો ભાવ મળ્યો હતો. બીજી તરફ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં 1120 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અહી કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1411 થી 2033 સુધી રહ્યો હતો. જિલ્લાના બંને મુખ્ય યાર્ડમાં એક જ દિવસમાં 3850 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.