કૃષિ:જિલ્લાના મુખ્ય 4 યાર્ડમાં 1 જ દિવસ માં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેકાના ભાવની મગફળી ખરીદી માત્ર 6 ટકા જ પણ ખુલ્લા બજારમાં મગફળીના ઢગ

અમરેલી જિલ્લામાં એક બાજુ ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 6 ટકા જેટલી છે. ત્યારે માર્કેટીંગ યાર્ડના ખુલ્લા બજારમાં મગફળીની બમ્પર આવક થઈ રહી છે. જિલ્લામાં રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને બાબરા યાર્ડમાં એક જ દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી. અહી યાર્ડમાં ખુલ્લા બજારમાં ટેકામાં મળતી કીંમતમાં જ ખરીદી થઈ રહી છે.જિલ્લામાં રૂપિયા 1110ના ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 18 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પણ 6 ટકા જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપી હતી. બાકીના તમામ ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળી વેંચી દીધી હતી.

જિલ્લાના મુખ્ય યાર્ડ અમરેલી, રાજુલા, બગસરા અને સાવરકુંડલામાં એક જ દિવસમાં 2222 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. અહી ખુલ્લા બજારમાં સારો ભાવ મળતો હોવાથી મોટા ભાગના ખેડૂતો ટેકાની ખરીદી કરતા ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું વધુ પસંદ કરે છે. અમરેલીમાં 1192, સાવરકુંડલામાં 650, બાબરામાં 300 અને રાજુલા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 80 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી. સૌથી વધારે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ચાર હજાર જેટલી ગુણી મગફળી આવી હતી. જો કે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં રૂ. 1072 અને બાબરા માર્કેટ યાર્ડમાં રૂ. 1047નો સરેરાશ ખેડૂતોને ભાવ મળ્યો હતો.

ક્યા માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો કેટલો ભાવ

યાર્ડઉંચોભાવનીંચોભાવ
અમરેલી9291120
સાવરકુંડલા10501151
બાબરા9861109
રાજુલા9001107
અન્ય સમાચારો પણ છે...