• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Revenue Employees Of Amreli Protested Against MP Of Bharuch On Mass CL, Expressed Displeasure By Making Written Representation To The Collector.

"સાંસદ માફી માંગે":ભરૂચના સાંસદના વિરોધમાં અમરેલીના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર, કલેક્ટરને લેખિત રજૂઆત કરી નારાજગી દર્શાવી

અમરેલી6 મહિનો પહેલા
  • કર્મચારીઓએ આજે માસ સીએલ પર ઉતરીને સાંસદ લેખિત માફી માંગે તેવી માંગ ઉઠાવી
  • મનસુખ વસાવાએ કરેલા બિભત્સ વર્તન મામલે જિલ્લા કર્મચારી મંડળની ઉગ્ર કાર્યક્રમની ચીમકી

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા કરજણ નજીક થયેલા અકસ્માતમાં સ્થળ પર પહોંચી મામલતદાર સહિત કચેરીના સ્ટાફને બિભત્સ ગાળો કાઢી અશોભનીય વર્તન કર્યુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતભરમાં પડ્યા હતા. જેમાં રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓએ આ વર્તનનો વિરોધ નોંધાવી સાંસદ માફી માંગે તેવી માંગ સાથે ગઈકાલે ગુરૂવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કર્મચારીઓએ આજે શુક્રવારે માસ સીએલ પર ઉતરીને સાંસદ લેખિત માફી માંગે તેવી માંગ ઉઠાવી છે.

અમરેલી જિલ્લા મહેસૂલ મંડળ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા 2 દિવસથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને નારાજગી દર્શાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે સમગ્ર જિલ્લામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. આજે પણ બધા કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ માસ સી.એલ પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં નાયબ મામલતદારો અને રેવન્યુ તલાટી કર્મચારીઓ કલેક્ટર કચેરીના પટાંગણમાં જોવા મળ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સાંસદ સામે નારાજગી દર્શાવી હતી.

આ અંગે અમરેલી જિલ્લા કર્મચારી મંડળ પ્રમુખ અને ડેપ્યુટી નાયબ મામલતદાર કે.કે.વાળાએ કહ્યું હતું કે આજે અમે બધા માસ સીએલ ઉપર છીએ. સાંસદ દ્વારા જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તેના વિરોધમા સમગ્ર ગુજરાતમાં રેવન્યુ તલાટી, નાયબ મામલતદાર, મામલતદારો અને અન્ય કર્મચારીઓ કાર્યક્રમ કરી રહ્યા છે. ત્ચારે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો અમે ઉગ્ર કાર્યક્રમ આપવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...