પ્રામાણિકતા:મુસાફરનું રાેકડ, અગત્યના કાગળાે સાથેનું પર્સ પરત કર્યું

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકાેટ- જાફરાબાદ રૂટની અેસટી બસના કંડકટરની પ્રામાણિકતા

સાવરકુંડલામા રહેતા અેક યુવાન રાજકાેટ જાફરાબાદ રૂટની અેસટી બસમા મુસાફરી દરમિયાન રાેકડ અને અગત્યના કાગળાે સાથેનુ પર્સ બસમા ભુલી ગયા હતા. જાે કે બસના કંડકટરે તેમને ફાેન કરી ખાતરી બાદ પર્સ પરત અાપી પ્રામાણિકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

સાવરકુંડલામા રહેતા બિરજુભાઇ મકવાણા નામના મુસાફર રાજકાેટ જાફરાબાદ રૂટની અેસટી બસમા મુસાફરી કરી રહ્યાં હતા. તેઅાે સાવરકુંડલા પાેતાનાે સામાન લઇ ઉતરી ગયા હતા. જાે કે તેઅાે રાેકડ તેમજ અગત્યના ડાેકયુમેન્ટ સાથેનુ પર્સ બસમા જ ભુલી ગયા હતા. બસના કંડકટર ઉદયભાઇ ધાધલે તેમને રાત્રીના સાડા બારેક વાગ્યે ફાેન કરી તેમનુ ખાેવાયેલ પર્સ તેમની પાસે છે તેમ જણાવ્યું હતુ અને ખાતરી કરી બીજા દિવસે સવારે સાવરકુંડલા ડેપાેમા પરત કરી ફરજનિષ્ઠા સાથે પ્રામાણિકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...