તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં પુત્રવધૂની હત્યા:નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટરે પુત્રવધૂને છરીના 3 ઘા મારી પતાવી દીધી; મહિલાએ જાતે પેટમાં ઘા માર્યાનું કહી પોલીસને ટલ્લે ચડાવી તો CCTVએ ભાંડો ફોડ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાના પિયરમાં ફોન કરી પતિએ કહ્યું હતું, ‘તમે તેડી જાઓ નહિતર પરિણામ ભોગવવું પડશે’

અમરેલીમા હનુમાનપરા વિસ્તારમા સહજાનંદનગરમા રહેતી પરિણિતાની ખુદ તેના સસરાએ જ છરીના ત્રણ ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનુ ખુલ્યુ છે. બે દિવસ અગાઉ અા મહિલાને ઘાયલ હાલતમા રાજકાેટ દવાખાને ખસેડાઇ ત્યારે સાસરીયાઅે તેણે જાતે જ પેટમા છરીના ઘા માર્યાનુ કહ્યું હતુ. પરંતુ પાેલીસે સીસીટીવી ફુટેજના આધારે ભેદ ખાેલી નાખ્યાે હતાે.

ગઈકાલે મહિલાનું સારવાર દરમિયાન મોત
હનુમાનપરાના સહજાનંદનગર શેરી નં-2મા રહેતી પુનમબેન દેવેન્દ્રભાઇ વાઘેલા નામની પરિણિતાનુ ગઇરાત્રે રાજકાેટ હાેસ્પિટલમા સારવાર દરમિયાન માેત થયુ હતુ. પુનમબેનની તેના સસરા નિવૃત પીઆઇ ગીરીશ નટવર વાઘેલાએ ઘાતકી હત્યા કરી હતી. ગીરીશ અને તેનાે પરિવાર પાછલા ઘણા સમયથી આ મહિલા પર અત્યાચાર ગુજારતાે હતાે અને કાૈટુંબિક વિખવાદ ચાલતાે હતાે. બે દિવસ પહેલા આ મહિલાને અેવુ કહીને હાેસ્પિટલમા દાખલ કરાઇ હતી કે તેણે જાતે પાેતાના પેટમા છરીના ઘા માર્યા છે. ગઇરાત્રે આ મહિલાનુ સારવારમા માેત થયુ હતુ.

પતિ પત્નીને કાઢી મૂકવા માગતો હતો
મૃતક પુનમબેનના રાજકાેટ ખાતે રહેતા ભાભી ફાલ્ગુનીબેન સંજયભાઇ મકવાણાએ અા અંગે ગીરીશ વાઘેલા ઉપરાંત તેની પત્ની મધુબેન અને પુનમના પતિ દેવેન્દ્ર વાઘેલા સામે સીટી પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે પુનમબેન પર પતિ અને સાસુ સસરા સતત અત્યાચાર ગુજારતા હતા. પુનમના પતિને અન્ય સ્ત્રી સાથે આડાે સંબંધ હતાે. જેથી તે તેને કાઢી મુકવા માંગતાે હતાે. પતિ તેને અવારનવાર મારકુટ પણ કરતાે હતાે. અગાઉ પુનમબેને આ બારામા રાજકાેટ પાેલીસમા પણ ફરિયાદ આપી હતી.

થાેડા દિવસ પહેલા ગીરીશ વાઘેલાએ પુનમબેનના પિયરમા ફાેન કરી તમે તેને તેડી જાઅાે નહિતર પરિણામ ભાેગવવુ પડશે તેવી ધમકી પણ આપી હતી. પાેલીસે તેના રહેણાંક વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરતા પુનમબેન પાેતાના ઘરમા ગયા બાદ પાછળથી તેના સસરા ઘરમા ગયા હતા. અને બાદમા અેમ્બ્યુલન્સ બાેલાવાઇ હતી. તે સ્પષ્ટ જાેઇ શકાયુ હતુ. પાેલીસે ત્રણેય સામે ગુનાે નાેંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

સસરાએ કપડાં બદલ્યા, સાસુએ લાેહીના ડાઘ સાફ કર્યા
બનાવને છુપાવવા નિવૃત પીઆઇએ ઘટના સમયે પહેરેલા કપડા પુરાવાનાે નાશ કરવા બદલાવી નાખ્યા હતા. પાેતાને નિર્દાેષ સાબિત કરવા હાેસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. પુનમબેનના સાસુ મધુબેને અેમ્બ્યુલન્સ ઘરેથી ગયા બાદ લાેહીના ડાઘ સાફ કરી નાખ્યા હતા.

અગાઉ મહિલાએ ઘર છાેડ્યું’તું
ગત તારીખ 23/7ના રાેજ પુનમબેન સાસરીયાના ત્રાસના કારણે પાેતાના પુત્ર સાથે ઘરેથી ચાલ્યા ગયા હતા. જે અંગે તેના સસરા ગીરીશભાઇએ પાેલીસને પણ જાણ કરી હતી. જાે કે આ મહિલા 24મી તારીખે બગદાણાથી પરત આવી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...