તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલા પાલિકાના નિવૃત કર્મી 42 માસ બાદ પેન્શન વિહોણાં

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વાર પ્રાદેશીક નિયામકને રજૂઆત છતાં કોઈએ ધ્યાન ન દીધું

રાજુલા નગરપાલિકાના નિવૃત કર્મચારીને છેલ્લા 42 મહિના વીતવા છતાં પણ પેન્શન મળતું નથી. અનેક વખત ભાવનગર પ્રાદેશીક નિયામક સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છતાં ધ્યાન અપાતું નથી. જેના કારણે નિવૃત કર્મીને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

રાજુલા નગરપાલિકાના નિવૃત કર્મચારી બી.પી. ભટ્ટે જણાવ્યું હતું કે નગરપાલિકામાં 1982થી ફરજ બજાવતા હતા. અને જાન્યુઆરી 2018 માં નિવૃત્ત થયા હતા. પરંતુ નિવૃત્તિના 42 મહિના વિતવા છતાં પેન્શન મળતું નથી. જે અંગે અમરેલી જિલ્લા કલેકટર, ભાવનગરના પ્રાદેશિક નિયામક અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી હતી. છતાં પણ આજદિન સુધી તેમને પેન્શન મળતું નથી.

અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. માત્ર યોજનાઓ વિશે સરકાર મોટી મોટી વાતો કરે છે. નિવૃત કર્મચારીઓના પેન્શન ન મળવાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ભાવનગરના પ્રાદેશિક નિયામક કોઈને કોઈ કાણોસર પેન્શનની ફાઈલ પાછી મોકલી દે છે. ત્યારે તેમણે તાત્કાલિક પેન્શન આપવા તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...