રજૂઆત:વિજપડીમાં ટ્રાફિકના કારણે ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો

વિજપડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખની જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત

વીજપડીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. અહીં ગામમાંથી પસાર થતા ભારે વાહનોના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જેના કારણે રાહદારીઓ અને ગામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ વિજયભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે વીજપડીમાંથી ભારે ભરખમ કન્ટેનરો અને મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. જેના કારણે સમગ્ર વીજપડીમાં સતત ધુળિ ઊડતી રહે છે. તેમજ અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. દિવસે દિવસે વીજપડીમાં ટ્રાફિક વધી રહ્યો છે. જેના પગલે નાના એવા ગામમાં ટ્રાફિક જામની સમસ્યા લોકોના માથાના દુઃખાવા સમાન બની છે.

મોટા મોટા પથ્થર ભરેલા ટ્રકો રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સતત ઊડતી ધૂળથી ગ્રામજનો પરેશાન બન્યા છે. ત્યારે વિજપડીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક સામે માંગણી કરી હતી. તસવીર-ગૌતમ પડ્યા

અન્ય સમાચારો પણ છે...