ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ શરૂ:અમરેલીમાં સ્ટ્રીટ લાઇટનાં ધાંધીયાથી રહિશો પરેશાન, કેરીયા રોડ, ભોજલપરામાં અવાર-નવાર ફોલ્ટ સર્જાય છે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણેકપરામાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ શરૂ

અમરેલીમા પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના ધાંધીયા જોવા મળી રહ્યાં છે. અહીના કેરીયારોડ, ભોજલપરા વિસ્તારમા અવારનવાર સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જાય છે. તો આજે માણેકપરામા ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો શરૂ જોવા મળી હતી. પાલિકા દ્વારા અવારનવાર સ્ટ્રીટ લાઇટના ધાંધીયાથી રહિશોને અગવડતા વેઠવી પડી રહી છે.

યોગ્ય સમારકામના અભાવે અહીના કેરીયારોડ, ભોજલપરા સહિતના વિસ્તારમા અવારનવાર રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ પડી જાય છે. ગઇકાલે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. તો આજે માણેકપરા સહિતના વિસ્તારમા ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો શરૂ જોવા મળી હતી. પ્રિમોન્સુનની કામગીરી યોગ્ય રીતે કરાઇ ન હોય વારંવાર ફોલ્ટ સર્જાતા સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જાય છે ત્યારે પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટોનુ યોગ્ય સમારકામ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...