લાઠીમા કલાપી પાર્કમા રહેતા રહિશોને તંત્ર દ્વારા પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામા ઠાગાઠૈયા કરવામા આવી રહ્યાં હોય આજે રહિશોએ બેનરો સાથે ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે તંત્ર પણ હરકતમા આવી ગયુ હતુ.
અહી આવેલ કલાપી પાર્કના રહિશોએ રાજાશાહી જમીનમા લગભગ 25 વર્ષ પુર્વ વારસદારોની મંજુરીથી પ્લોટ પાડી વેચાણખત કરેલ છે. જે લોકોએ પ્લોટ લીધેલ છે તેમણે જે તે સમયે નિયમ મુજબ સ્ટેમ્પ ડયુટી ભરી કાયદેસર દસ્તાવેજ પણ મેળવેલ છે. રહિશો જે તે સમયે આપેલ પ્રોપર્ટી કાર્ડ અમાન્ય કરી નવા પ્રોપર્ટી કાર્ડ માટે સીટી સર્વે કચેરી ખાતે અરજી પણ કરી છે.
પરંતુ તંત્ર દ્વારા રહિશોને ધરમના ધક્કા ખવડાવી પ્રશ્નનો કોઇ ઉકેલ લવાતો ન હોય આજે રહિશો રોષે ભરાયા હતા. રહિશોએ એકઠા થઇ બેનરો સાથે ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત રહિશોએ એમપણ જણાવ્યું હતુ કે આગામી દિવસોમા પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન પણ કરવામા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.