મદદ:દરિયામાં બોટનું એન્જિન બંધ થતા 4 ખલાસીઓને બચાવી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રાટેક કંપનીના જહાજમાં ખલાસીઓને જાફરાબાદ જેટી પહોંચાડાયા

અરબી સમુદ્રમાં જાફરાબાદની એક બોટ ચાર ખલાસીઓ સાથે જઈ રહી હતી. ત્યારે એન્જિન ખરાબ થઈ જતા છ દિવસથી ખલાસીઓ ફસાયા હતા. જો કે અહીંથી અલ્ટ્રાટેક કંપનીનું જહાજ પસાર થતા તેમાં ખલાસીઓને બચાવી લઈ જાફરાબાદ જેટી સુધી સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.

અલ્ટ્રાટેક કંપનીના સુરક્ષા વિભાગના એડમીન પ્રશાંત મિશ્રાએ જણાવ્યું હતું કે કંપનીનું જહાજ રત્નાગીરીથી જાફરાબાદ આવી રહ્યું હતું ત્યારે તારીખ 3ના રોજ દરિયામાં એક બોટમાં ચાર ખલાસીઓએ મદદ માટે પોકાર લગાવ્યો હતો. જેને પગલે જહાજ ઉભુ રાખી ચાર ખલાસીઓને જહાજમાં બેસાડી લેવાયા હતા. આ ખલાસીઓની બોટનું એન્જિન છ દિવસથી બંધ થઈ ગયું હોય મદદ માટે કોઈની રાહ જોઈ રહ્યા હતા.

બોટમાં ખલાસી રમેશ પ્રેમા, કેની હરેશભાઈ સોમાભાઈ, હરજી ટંડેલ અને રણજીત ટંડેલ નામના ખલાસીઓ બોટનું એન્જિન બંધ થઈ જતા ફસાઈ ગયા હતા. આ ચારેય ખલાસીઓને જહાજમાં બેસાડી જાફરાબાદ જેટી પર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. અને બોટ માલિક જીવાભાઇ સોલંકીને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેમણે અલ્ટ્રાટેક કંપનીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...