ઉજવણી:વાત્સલ્યધામમાં 250 સંસ્થાના પ્રતિનિધિઓનું સન્માન કરાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિરાધાર, ગરીબ અને અનાથ બાળકાેને સાચવવાની સેવા પ્રવૃતિને અાગેવાનાેઅે બિરાદાવી
  • ​​​​​​​સરદાર પટેલની 146મી જન્મ જયંતિની પણ ઉજવણી કરી

અમરેલીના વતની અને ઉદ્યાેગપતિ કેળવણીકાર વસંતભાઇ ગજેરા સંચાલિત સુરત ખાતે અાવેલ વાત્સલ્યધામમા 250 સંસ્થાઅાેના પ્રતિનિધિઅાેનુ સન્માન કરાયુ હતુ. અહી અાગેવાનાેઅે વાત્સલ્યધામમા નિરાધાર, ગરીબ અને અનાથ બાળકાેને સાચવવાની સેવા પ્રવૃતિને બિરદાવી હતી. તાપી નદીના કાંઠે વસેલા સુરત નગરીમા વતનના રતન અને કેળવણીકાર વસંતભાઇ ગજેરા સ્થાપિત તેમજ સંચાલિત અનાથઅાશ્રમ વાત્સલ્યધામ ખાતે સુરતની 250 સ્વૈચ્છિક સંસ્થાઅાેના પ્રતિનિધિઅાેની ઉપસ્થિતિમા સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મ જયંતિની ઉજવણી કરવામા અાવી હતી.

અા પ્રસંગે સુરતના નામાંકિત ઉદ્યાેગપતિ પી.પી.સવાણી ગૃપના વલ્લભભાઇ સવાણી, કનુભાઇ ટેઇર, મહેશભાઇ ખેની, સંજયભાઇ જાેષી, ભરતભાઇ શાહ, ચુનીભાઇ ગજેરા, કાનજીભાઇ ભાલાળા, દિનેશભાઇ નાવડીયા, વેલજીભાઇ શેટા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અહી વસંતભાઇ ગજેરાઅે જણાવ્યું હતુ કે સુરતની કાેઇપણ સંસ્થાના ધ્યાનમા કાેઇ અનાથ, ગરીબ, નિરાધાર બાળક હાેય તાે અમારા વાત્સલ્યધામના દરવાજે મુકી જાવ અમે અાવા નિસહાય બાળકાેના શિક્ષણ રાેજગારી અને માબાપનાે પ્રેમ પણ અાપીશુ.

અન્ય સમાચારો પણ છે...