રજુઆત:સ્કાય ફિડરમાં ખેડૂતાેને અપાયેલ બીલની રકમ બાબતે રજુઆત

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિડરનંુ મેઇન્ટેનન્સ કરવા સાધનાે ઉપલબ્ધ ન હાેય સીસ્ટમ બંધ રહે છે

રાજુલા તાલુકાના માંડરડીમા સ્કાય ફિડરમા ખેડૂતાેને અપાયેલ બીલની રકમ મુદે ખેડૂત અગ્રણીઅાે દ્વારા સાવરકુંડલાના પીજીવીસીઅેલના કાર્યપાલક ઇજનેરને રજુઅાત કરવામા અાવી છે. રાજુલા પિયત સિંચાઇ મંડળના પ્રમુખ રમેશભાઇ વસાેયાઅે સાવરકુંડલા પીજીવીસીઅેલના કાર્યપાલક ઇજનેરને કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે માંડરડી સ્કાય ફિડર પાયલાેટ પ્રાેજેકટમા પસંદ થયા પછી તારીખ 25/8/19ની અાસપાસ ફિડર ચાર્જ કરી શરૂ કરવામા અાવેલ ત્યારથી અાજદિન સુધી અા ફિડરમા ખેડૂતાે દ્વારા અવારનવાર રજુઅાત કરાઇ હતી.

સીસ્ટમ અવારનવાર બંધ થતી હાેય જેમા હાઇ વાેલ્ટેજથી ઇન્વેટર બંધ થવાથી, વાયરીંગ બળવાથી, ટીસીના પ્રાેબ્લેમના લીધે, ટીસી બદલામા માેડુ થવાથી જનરેશન બંધ રહે છે. ફિડરમા મેઇન્ટેનન્સ માટે સર્વિસ સ્ટેશનમા ઇન્વેટર તેમજ જરૂરી સીસ્ટમને લગતા સાધનાે ઉપલબ્ધ ન હાેવાથી સીસ્ટમ બંધ રહે છે. જેથી ખેડૂતાેને માેટા બીલ અાવેલ છે.રજુઅાતમા વધુમા જણાવાયું હતુ કે ખેડૂતાેની હાજરીમા અેક મિટીંગનુ પણ અાયાેજન કરાયુ હતુ જેમા પ્રશ્નાે અંગે ચર્ચા કરાઇ હતી. બાદમા અેકાદ વર્ષ સુધી ખેડૂતાેને બીલ અાપવામા અાવ્યા ન હતા. બાદમા ખેડૂતાેને માેટા બીલ અાપવામા અાવ્યા છે. ત્યારે અા બીલ ભરવા ખેડૂતાે અસમર્થ છે. ત્યારે અા પ્રશ્ને યાેગ્ય કરવા માંગણી કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...