રજુઆત:ધારી, ખાંભા અને બગસરામાં કાઠી સમાજને થતાં અન્યાય મુદ્દે રજુઆત

ચલાલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદીત્ય નારાયણ કલ્યા, કેળવણી ટ્રસ્ટ દ્વારા પીઆઇને પત્ર પાઠવાયો
  • ન્યાયિક​​​​​​​ તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી

આદીત્ય નારાયણ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા ધારી, બગસરા અને ખાંભા પંથકમા કાઠી સમાજને થતા અન્યાય મુદે જિલ્લા પોલીસવડાને પત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે.આદીત્ય નારાયણ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટના પ્રમુખ બિચ્છુભાઇ માલાએ જિલ્લા પોલીસવડાને પત્ર પાઠવી કરેલી રજુઆતમા જણાવાયું હતુ કે ચલાલા, ધારી, ખાંભા, બગસરા વિસ્તારમા કાઠી ક્ષત્રિય સમાજના વડીલો, યુેવાનોને વિઘ્ન સંતોષી પરીબળો દ્વારા ઉપરોકત પોલીસ સ્ટેશન તળેના ગામો અને પોલીસ સ્ટેશનમા અનામી અરજીઓ કે ગેર દેારવણીના કારણે યેનકેન પ્રકારે કારણો દર્શાવી હેરાન પરેશાન કરવામા આવી રહ્યાં છે.

રજુઆતમા વધુમા જણાવાયુ હતુ કે જયારે જયારે ચુંટણીઓ નજીક આવે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે કાઠી સમાજના વડીલો, યુવાનોને યેનકેન પ્રકારે કારણો દર્શાવી માનસિક તથા સામાજીક રીતે ટોર્ચર કરવામા આવે છે. તેમણે એમપણ જણાવ્યું હતુ કે કોઇપણ વ્યકિત ગુનાહિત પ્રવૃતિ કરે તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી થાય તે સ્વાભાવિક છે પણ માત્ર અનામી અરજી કે ચૌક્કસ પરીબળ દ્વારા ગેરદોરવણી ઉભી કરવામા આવે ત્યારે આવા કિસ્સામા ન્યાયિક તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...