સુચના:જાહેર ક્ષેત્રની સરકારી, અર્ધ સરકારી કચેરીમાં ખાલી જગ્યાની જાણ કરો

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ માહિતી 30 જાન્યુ. સુધીમાં કચેરી પહોંચાડવાની રહેશે
  • રોજગાર વિનિમય અધિનિયમ 1959 હેઠળ નિયમનું​​​​​​​ પાલન નહી કરનાર સામે કાર્યવાહીની સુચના અપાઇ

અમરેલી જિલ્લામાં રોજગાર વિનિમય અધિનિયમ હેઠળ ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવા જાહેર ક્ષેત્રની તમામ કચેરીઓને તાકીદ કરવામાં આવી હતી. નિયમનું ઉલંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ રોજગાર કચેરીએ તમામ સુચના આપી હતી.

જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ 1959 અંતર્ગત ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવા જાહેર ક્ષેત્રની સરકારી કે અર્ધસરકાર, માન્ય નિગમ બોર્ડ, બેંક, ખાનગીક્ષેત્રની કંપની, ફેકટરી, શૈક્ષણિક સંસ્થાઓ અને સત્તાધિશોને તાકીદ કરી હતી. તમામ માહિતી 30 જાન્યુઆરી સુધીમાં રોજગાર કચેરી ખાતે પહોંચતી કરવાની રહેશે. કોઈ પણ કચેરીમાંથી ખાલી જગ્યાની માહિતી નહી અપાઈ તો રોજગાર કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...