કામગીરી:અમરેલીના સરંભડા ગામ નજીક ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા પુલને રીપેર કરવાની કામગીરી શરૂ કરાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • પુલ ધરાશાયી થતાં મોટા વાહનોની અવર જવર બંધ થઇ છે ડેમ અને નદીનું પાણી આવતા પુલ સાઈડ તૂટી પડી હતી

સૌરાષ્ટ્રમાં અતિ ભારે પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં તારાજી સર્જાય હતી અને જીવન અસ્થ વ્યસ્થ જોવા મળ્યુ હતુ. બીજી તરફ 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે અમરેલી તાલુકામાં આવેલા સરંભડા ગામ નજીકનો પુલની સાઈડમાંથી તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેની કારગીરી શરૂ કરાઇ છે.

પુલની સાઈડમાંથી તૂટી જતા મોટા વાહનોની સદંતર અવર જવર બંધ થઈ છે. આ પુલ બગસરા, ધારી સહિત આસપાસના ગામડાઓને જોડે છે. જેના કારણે લોકોને વધુ મુશ્કેલી ઉભી થઇ છે.

શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમના એક સાથે 5 દરવાજા ખોલ્યા બાદ અહીં પાણીનો મોટો પ્રવાહ વધ્યો હતો જેના કારણે પુલ સાઈડમાંથી ધરાશાયી થયો હતો. અહીં ખાનગી શાળાની સ્કૂલ બસ સહિત મોટાભાગનો વાહન વ્યહાર ખોરવાયો છે અને લોકો મુશ્કેલી અને પરેશાની ભોગવી રહ્યા છે

તંત્ર દ્વારા જેસીબી મારફતે હાલ વાહન વ્યહાર શરૂ થાય તે માટે કામગીરી શરૂ કરાઇ છે. અહીં નાના વાહન વ્યહાર શરૂ થાય અને અવર જવર શરૂ થાય તે માટે તંત્ર દ્વારા હાલ માત્ર વાહન વ્યહાર શરૂ કરવા માટેની કવાયત શરૂ થઈ છે. સાથે સાથે અહીં પાણી પણ ઓસરી રહ્યા છે જેના કારણે આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ અંગે સ્થાનિક આગેવાન રાજુભાઇ વીરડીયાએ જણાવ્યું હતુ કે, અહીં હાલ તાત્કાલિક નવો પુલ બનાવાય તો મોટા વાહનો શરૂ થાય અને હવે પછીના આવતા ચોમાસામાં પણ મુશકેલી ન પડે. નવો પુલ બને તેવું આસપાસના ગ્રામજનો ઇચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...