શિખરનું નવિનીકરણ:તાઉતે વાવાઝોડામાં ખંડિત કેસરીનંદન હનુમાન મંદિરના શિખરનું નવિનીકરણ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં ધ્વજારોહણ, યજ્ઞ અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા

રાજુલામાં સુપ્રસિદ્ધ કેસરીનંદન હનુમાન મંદિરનું વાવાઝોડા દરમિયાન શિખર તુટી ગયું હતું. જેના કારણે સેવકગણે છ માસ પહેલા વાવાઝોડામાં ખંડીત થયેલ શિખરનું નવિનીકરણ કર્યું હતું. આ પ્રસંગે કેસરીનંદન હનુમાન મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમ યોજાયા હતા.કેસરીનંદન હનુમાન મંદિરની જગ્યાના મહંતે જણાવ્યું હતું કે લોકો શુભકાર્ય કરતા પહેલા હનુમાન મંદિરે માથુ ટેકાવી આશિર્વાદ મેળવે છે. પણ છ માસ પહેલા આવેલા વાવાઝોડામાં મંદિરનું શિખર ખંડીત થયું હતું. જેને હટાવી લેવામાં આવ્યું હતું. અને મંદિરમાં ફરી વખત નુતન અભિષેક કાર્યક્રમ કરી શિખરનું નવિનીકરણ કરાયું હતું. જેમાં સૌપ્રથમ વખત મંદિરમાં ધ્વજારોહણ કરાયું હતું.

જે.બી. લાખણોત્રા અને રસિકભાઈ પરિવારના યજમાન પદે યજ્ઞ કરવામાં આવ્યો હતો.અહી કેસરીનંદન જગ્યાના મહંત સનાતનબાપુએ મહાપ્રસાદ અને મહા આરતી કરી હતી. આ મંદિરના વિકાસમાં પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય મહામંડલેશ્વર રામભૂષણદાસ બાપુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલિકા પૂર્વ પ્રમુખ જયંતિભાઈ જાની, ધનરાજભાઈ શેઠ અને જીવણભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...