• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Religious Programs Including Parashuram Jayanti Hopeful Procession, Procession In Babra, Bagasara, Wadia, Pujan Archan Were Held

શોભાયાત્રા:પરશુરામ જયંતિની આસ્થાભેર ઉજવણી, બાબરા, બગસરા, વડીયામાં શોભાયાત્રા, પુજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબરા - Divya Bhaskar
બાબરા

બાબરામા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામા આવી હતી. અહી ભવ્ય બાઇક રેલીનુ પણ આયોજન કરાયુ હતુ. અહી પુજન અર્ચન બાદ શોભાયાત્રા નીકળી માર્ગો પર ફરી હતી. પરશુરામજીની શોભાયાત્રા દરમિયાન અમરાપરા બસ સ્ટેન્ડ પર ઠંડાપીણાનુ વિતરણ કરાયુ હતુ.

ખાંભા
ખાંભા

તેમજ શિવાજી ગૃપ દ્વારા શરબતનુ વિતરણ કરાયુ હતુ. અહી મહાપ્રસાદનુ પણ આયોજન કરાયુ હતુ. બગસરામા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરાઇ હતી. અહી પુજન અર્ચન, મહાઆરતી બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી માર્ગો પર ફરી હતી. અહી બ્રહ્મચોર્યાસીનુ પણ આયોજન કરાયુ હતુ. તો દામનગરમા પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

લાઠી
લાઠી

આ શોભાયાત્રા જુની શાકમાર્કેટ, લુહાર શેરી, અજમેરા શોપીંગ વિગેરે વિસ્તારમા ફરી હતી. સપ્તઋષિ યુવા ગૃપ અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવાઇ હતી. આ ઉપરાંત ખાંભામા પણ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ.

બગસરા
બગસરા

શોભાયાત્રામા મોટી સંખ્યામા બ્રહ્મસમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા. તો લાઠીમા પણ પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. તસવીર -રાજુ બસીયા, જીતેશગીરી ગોસાઇ, વિનદ જયપાલ, વિશાલ ડોડીયા

દામનગર
દામનગર
વડીયા
વડીયા
અન્ય સમાચારો પણ છે...