તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાહત પેકેજ અસરગ્રસ્તો માટે બન્યું મજાક સમાન : મધુ ભુવા

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં નુકસાનીનો ફરી સર્વે કરી યોગ્ય કરવા માંગ
  • પૂર્વ કૃષિમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી

અમરેલી જિલ્લામાં વાવાઝોડામાં રાહત પેકેજ અસરગ્રસ્તો માટે મજાક સમાન છે. રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં નુકશાનીનો ફરી સર્વે કરી નવુ રાહત પેકેજ જાહેર કરવા પૂર્વ કૃષિમંત્રી મધુભાઇ ભુવાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

પૂર્વ કૃષિમંત્રી મધુભાઇ ભુવાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડામાં રાજુલા અને જાફરાબાદમાં 90 ટકા કાચા મકાનો નાશ થયા છે. બાગાયત અને ખેતીપાક પણ તહેશનહેશ થઈ ગયો છે. તેમજ મીઠાના આગરીયા અને માછીમારોની બોટને તૂટી ગઈ છે. સરકારે પ્રથમ જિલ્લામાં સર્વે બાદ ખેડૂતો અને હવે સાગર ખેડૂતો માટે સામાન્ય પેકેજ જાહેર કરી મજાક કરી છે. અહીં 10 હજાર કરોડનું નુકશાન છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રૂપિયા 35000 હજારમાં એક બોટમાં શુ થઇ છે. એક બોટમાં 30 થી 35 લાખનું નુકશાન છે.

કેટલીક બોટમાં લોન શરૂ છે. બોટોની લોન માફ કરવી જોઈ અને આગરીયાની પણ સહાય કરવી જરૂરી છે. અમરેલી જિલ્લામાં નુકશાનીનો ફરી સર્વે કરી વધુ રાહત પેકેજ જાહેર કરવા તેમણે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...