ભારતીય કિસાન સંઘ દ્વારા આજે રાયડી ડેમની કેનાલમાથી પાણી છોડવાની માંગ સાથે રાજુલા પ્રાંત કચેરી ખાતે દોડી જઇ આવેદનપત્ર પાઠવ્યું હતુ. કચેરીમા અધિકારી હાજર ન હોવાથી ખેડૂતોમા રોષ જોવા મળ્યો હતો.
ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંત અધિકારી તેમજ કાર્યપાલક ઇજનેરને પાઠવેલા આવેદનમા જણાવાયું હતુ કે રાયડે ડેમની ડાબા કાંઠાની કેનાલમા પાણી છોડવામા આવે. અગાઉ મીઠાપુર ગ્રામ પંચાયત, નાના બારમણ, ચૌત્રા, બાલાની વાવ ગ્રામ પંચાયત દ્વારા પણ લેખિત રજુઆત કરાઇ હતી પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. રાયડી ડેમ પર સેકશન અધિકારીની નિમણુંક પણ કરી નથી જેથી યોગ્ય જવાબ મળતો નથી.
ડાબા કાંઠાની કેનાલમા આજદિન સુધી કોઇ રીપેરીંગ કામ પણ કરાયુ નથી. આયોજનની બેઠકમા પણ અધિકારીઓ સમક્ષ રજુઆત કરાઇ હતી. અહી બાબાભાઇ વરૂ, સુરેશભાઇ, પ્રતાપભાઇ, વિક્રમભાઇ, ભૌતિકભાઇ, રામકુભાઇ, ખોડુભાઇ, ભરતભાઇ સહિત ખેડૂત આગેવાનો હાજર રહ્યાં હતા.
પ્રશ્નનો ઉકેલ ન આવે તો ચક્કાજામ કરાશે
ભારતીય કિસાન સંઘ દ્વારા એમપણ જણાવાયું હતુ કે આગામી તારીખ 19મી સુધીમા ડાબા કાંઠાની કેનાલમા પાણી છોડવામા નહી આવે તો નાગેશ્રી ગામે હાઇવે પર ખેડૂતોને સાથે રાખી ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.