કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમની તૈયારી:અમરેલીમાં આજે રિહર્સલ યોજવામાં આવ્યું, સુરક્ષાને લઈ કલેકટરે નો ફ્લાય ઝોન જાહેર કર્યો

અમરેલી25 દિવસ પહેલા
  • અમર ડેરીના રવિવારે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે

દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમરેલીની મુલાકાતે આવી રહ્યા છે. અમરેલીની અમર ડેરીમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે આજે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીની સુરક્ષાને લઈ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

સવારે 10-50 કાર્યક્રમ સ્થળે આગમન સ્થળે અમિત શાહનું ભવ્ય ઢોલ શણગાર સાથે સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ કાર્યક્રમ મંચ ઉપરથી શરૂ કરવામા આવશે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા અપેક્ષિત લોકો ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા,ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી,સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલ,પ્રભારી મંત્રી આર.સી.મકવાણા,ગુજકોમાલ વાઇચ ચેરમેન બીપીન પટેલ,સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, સહિત નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.

સુરક્ષાને લઈ પોલીસ દ્વારા આજે રિહર્સલ યોજવામાં આવ્યું
અમરેલીમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે રવિવારે યોજાનાર કાર્યક્રમને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ કોઈ ચૂક ન સર્જાય તે માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉપરાંત ગૃહમંત્રીના રૂટ ઉપર રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

કલેકટરે ત્રણ કિલોમીટરના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કર્યો
કેન્દ્રીય મંત્રી અમિત શાહ BSFના હેલિકોપ્ટર મારફતે અમરેલી આવશે Z+CRPF કક્ષાની સુરક્ષા ધરાવતા હોવાને કારણે તેમની સુરક્ષાને ધ્યાને લઇ અમરેલી એરપોર્ટ, અમર ડેરી તથા કેન્દ્રીય મંત્રી જે માર્ગ પર પસાર થવાના છે તે વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 આધારે અમરેલી કલેકટર દ્વારા નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લક્ષ્મ રાખીને 3 કિલોમીટર ત્રીજયાનો રૂટ પર પરવાનગી સિવાય તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર,ડ્રોન,કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...