તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:જેશીંગપરામાં કેબીન ધારકાેની દુકાનાેને રેગ્યુલાઇઝ કરી આપો

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી ઇન્દિરા શાેપીંગ સેન્ટર અને વેજીટેબલ માર્કેટ વેપારી એસાે.દ્વારા સીએમને રજુઆત

અમરેલીમા થાેડા દિવસ પહેલા તંત્રઅે જેશીંગપરામા સરકારી જમીનમા પાકી દુકાનાે ચણી લેવા મુદે વેપારીઅાે સામે લેન્ડગ્રેબીંગ અેકટ હેઠળ કાર્યવાહી કરવામા અાવી હતી. હાલ 14 વેપારીઅાે જેલમા છે. ત્યારે વેજીટેબલ માર્કેટ વેપારી અેસાે.દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી જેશીંગપરામા વર્ષાેથી ધંધાે કરતા કેબીન ધારકાેની દુકાનાેને રેગ્યુલાઇઝ કરી અાપવા માંગણી કરી હતી.

અમરેલી ઇન્દિરા શાેપીંગ સેન્ટર અને વેજીટેબલ માર્કેટ વેપારી અેસાે. દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે જેશીંગપરા શિવાજી ચાેકમા 40 વર્ષથી નાના અને ગરીબ વેપારીઅાે કેબીનમા ધંધાે કરતા હતા. જે પૈકી કેટલાક કેબીન ધારકાેને 1991મા હાઇકાેર્ટમા કેબીનાેને રેગ્યુલાઇઝ કરી અાપવા રીટ કરી હતી. 25 વર્ષ બાદ હાઇકાેર્ટે કેબીન ધારકાેની માંગણી માટે સહાનુભુતિપુર્વક વિચારવાનાે ચુકાદાે અાપ્યાે હતાે. બાદમા પાલિકાઅે સરકાર પાસેથી અા જમીન મેળવી કેબીન ધારકાેને દુકાનાે બનાવવા વખતાે વખત ઠરાવાે કર્યા હતા અને પાલિકાઅે અા જમીન મેળવવા કલેકટરને દરખાસ્ત માેકલી હતી.

જાે કે અચાનક વહિવટી તંત્ર દ્વારા ગરીબ કેબીન ધારકાે પર લેન્ડગ્રેબીંગનાે કાયદાે લગાવી દીધાે છે. અને દુકાનાે હટાવવાની નાેટીસ અાપવામા અાવી છે જે અન્યાયી છે. ત્યારે ગરીબ કેબીન ધારકાેને ન્યાય મળે અને તેના પર લેન્ડગ્રેબીંગ અેકટ નીચે કાર્યવાહી અટકે તેમજ સરકાર દ્વારા દુકાનાેને રેગ્યુલાઇઝ કરી અાપવામા અાવે તેવી માંગણી કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો