કૃષિ:5 તાલુકામાં માત્ર 5329 ખેડૂતનું રજીસ્ટ્રેશન

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મગફળીના પાકમાં ભારે નુકસાન. - Divya Bhaskar
મગફળીના પાકમાં ભારે નુકસાન.
  • અમરેલી જિલ્લામાં ટેકાની મગફળીનંુ નજીવંુ રજીસ્ટ્રેશન: લીલિયા તાલુકામાં અેકપણ ખેડૂતે રજીસ્ટ્રેશન ન કરાવ્યું
  • તલાટી અને વીસીઇની​​​​​​​ હડતાલ પણ નડી ગઇ : અાજથી માર્કેટીંગ યાર્ડમાં રજીસ્ટ્રેશન શરૂ થતા સંખ્યામાં વધારો થશે

સમગ્ર અમરેલી જિલ્લામા અાેણસાલ 1,99,755 હેકટરમા મગફળીનુ વાવેતર કરવામા અાવ્યું છે. માેટાભાગના વિસ્તારમા મગફળીનાે પાક સારાે છે જયારે કેટલાક વિસ્તારમા મગફળીનાે પાક બગડયાે પણ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે અત્યારથી જ અાેનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામા અાવ્યું છે.

જાે કે રાજયના અન્ય વિસ્તારની સાથે અમરેલી જિલ્લામા રજીસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ વીસીઇ અને તલાટી મંત્રીઅાેની હડતાલ અાવી પડી હતી. જેના કારણે ગ્રામિણ વિસ્તારમા મગફળીનુ રજીસ્ટ્રેશન ટલ્લે ચડયુ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા તલાટીઅાેની હડતાલના કારણે ખેડૂતાેને પાણીપત્રક મળતા નથી અને રજીસ્ટ્રેશન માટે પાણીપત્રક જરૂરી હાેય અા કામગીરી ટલ્લે ચડી છે.જાે કે રજીસ્ટ્રેશનની કામગીરી જુદાજુદા યાર્ડમા પણ ચાલી રહી છે. પરંતુ અા સ્થિતિની વચ્ચે જિલ્લાના માેટાભાગના તાલુકામા નામ માત્રનુ રજીસ્ટ્રેશન થયુ છે.

પાંચ દિવસમા લીલીયા તાલુકામા અેકપણ ખેડૂતનુ રજીસ્ટ્રેશન થયુ નથી. અા વિસ્તારમા મગફળીનુ વાવેતર પણ અાેછુ છે અને મગફળીને નુકશાન પણ વધારે હાેય ખેડૂતાે હજુ ખેતીમા બધુ ઠીકઠાક કરવામા વ્યસ્ત છે. અાવી જ સ્થિતિ લાઠી તાલુકામા છે જયાં માત્ર 8 ખેડૂતાેઅે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અા ઉપરાંત અત્યાર સુધીમા અમરેલીમા 36, વડીયા કુંકાવાવ તાલુકામા 33 અને ધારી તાલુકામા માત્ર 30 ખેડૂતાેઅે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમા જિલ્લામા 5329 ખેડૂતાેઅે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અાજથી તમામ યાર્ડમાં રજીસ્ટ્રેશન શરૂ થશે
અત્યાર સુધી અમરેલી જિલ્લામા માત્ર બે યાર્ડમા મગફળીનુ રજીસ્ટ્રેશન શરૂ હતુ. હવે તમામ યાર્ડમા અા માટે જરૂરી કાેમ્પ્યુટરાેની વ્યવસ્થા કરી લેવામા અાવી છે જેને પગલે અાવતીકાલથી તમામ યાર્ડમા અાેનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.

સાૈથી વધુ બાબરામાં રજીસ્ટ્રેશન
​​​​​​​બાબરામા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સાૈથી વધુ 2266 ખેડૂતાેઅે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અા ઉપરાંત ખાંભામા 713 ખેડૂતાેઅે, જાફરાબાદમા 337 તેમજ રાજુલામા 413 અને અમરેલીમા 117 ખેડૂતાેઅે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

કયા કારણાેથી રજીસ્ટ્રેશન અાેછું
​​​​​​​લીલીયા તાલુકામા મગફળીનુ વાવેતર જ અાેછુ થયુ છે. જેથી ખેડૂતાે તેમા વ્યસ્ત છે અને નુકશાન પણ છે. લાઠી તાલુકામા અપુરતા વરસાદથી મગફળીની સ્થિતી નબળી છે. વડીયા અને અમરેલી પંથકમા ભારે વરસાદથી મગફળીને નુકશાન થતા ખેડૂતાેઅે રજીસ્ટ્રેશનમા રસ દાખવ્યાે નથી.

અન્ય સમાચારો પણ છે...