જિલ્લામા હાલ ચણાની ટેકાની ખરીદી શરૂ છે તેની વચ્ચે હવે ઘઉંની ટેકાની ખરીદી માટે રજીસ્ટ્રેશનનાે અારંભ થયાે છે. પરંતુ અમરેલી જિલ્લામા ખેડૂતાેઅે સરકારને રૂપિયા 403ના ભાવે ઘઉં વેચવામા રસ દાખવ્યાે નથી. કારણ કે ખેડૂતાેને ખુલ્લા બજારમા જ તેના કરતા વધુ ભાવ મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામા અાેણસાલ ચણા પછી સાૈથી વધુ વાવેતર ઘઉંનુ થયુ છે.
રાજય સરકાર દ્વારા ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનાે નિર્ણય કરાયાે છે. અને અા માટે ગઇકાલથી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામા અાવી છે. અા પુર્વે ચણાની ટેકાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાયુ હતુ. અને હાલમા ચણાની ટેકાની ખરીદી જિલ્લામા જુદાજુદા સ્થળે ચાલુ છે. તેની વચ્ચે ઘઉંનુ રજીસ્ટ્રેશન શરૂ થયુ છે. પરંતુ પ્રારંભિક તબક્કે અમરેલી જિલ્લાના ખેડૂતાેમા અા રજીસ્ટ્રેશન માટે રસ જાેવા મળ્યાે નથી. ગઇકાલે જ રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે સુચના અાપી દેવાઇ હતી. અાજે બીજા દિવસે પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ હતી. પરંતુ બીજા દિવસે સાંજ સુધીમા માત્ર અેક જ ખેડૂતે ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.
અમરેલી જિલ્લામા અાેણસાલ સાૈથી વધુ ચણાનુ વાવેતર થયુ છે. જિલ્લામા 1.08 લાખ હેકટરમા ચણાનુ વાવેતર થયુ છે. જયારે બીજા નંબરે સાૈથી વધુ વાવેતર ઘઉંનુ થયુ છે. અમરેલી જિલ્લામા 20673 હેકટરમા ઘઉંનુ વાવેતર થયુ છે. અાગલા વર્ષે 31662 હેકટરમા વાવેતર હતુ. અામ અેકંદરે જિલ્લામા અાેણસાલ ઘઉંનુ વાવેતર 33 ટકા જેટલુ ઘટયુ છે. ઘઉંની સિઝનનાે હજુ અારંભ થઇ રહ્યાે છે. અને સિઝનના અારંભે જ યાર્ડમા ખેડૂતાેને ઘઉંના પ્રમાણમા સારા ભાવ મળી રહ્યાં છે.
કમસેકમ સરકાર દ્વારા જે ભાવે ટેકાની ખરીદી થવાની છે તે ભાવ કરતા તાે હાલમા યાર્ડમા 25 થી 30 રૂપિયા વધુ મળી રહ્યાં છે. જેને પગલે ખેડૂતાે ખુલ્લા બજારમા જ ઘઉં વેચવાનુ પસંદ કરી રહ્યાં છે. અાજે અમરેલી યાર્ડમા ટુકડા ઘઉંની 206 કવીન્ટલ અાવક અાવી હતી. જયારે લાેકવન ઘઉંની 110 કવીન્ટલ અાવક હતી. સાવરકુંડલા યાર્ડમા પણ 125 કવીન્ટલ ઘઉંની અાવક થઇ હતી. સરકાર દ્વારા 31 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાયા બાદ પહેલી અેપ્રિલથી ટેકાના ઘઉંની ખરીદી શરૂ કરવામા અાવશે.
અેક તરફ વાવેતર અાેછું અને બીજી તરફ ભાવ વધુ: ખેડૂત
જુની માંડરડીના ખેડૂત અગ્રણી રમેશભાઇ વસાેયાઅે જણાવ્યું હતુ કે અેક તરફ ગત વર્ષ કરતા જિલ્લામા અા વખતે ઘઉંનુ વાવેતર અાેછુ છે અને બીજી તરફ ખેડૂતાેને હાલમા યાર્ડમા પ્રમાણમા ઠીકઠીક ભાવ મળી રહ્યાં છે. જાે ખુલ્લા બજારમા ભાવ દબાશે તાે ખેડૂતાેનુ રજીસ્ટ્રેશન વધશે.
ફાચરિયાના ખેડૂતે કરાવ્યું રજીસ્ટ્રેશન
2 દિવસ સુધીમા માત્ર અેક જ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ફાચરીયાના જયેશભાઇ નામના ખેડૂતે ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.
કુંડલા અને અમરેલી યાર્ડમાં શું રહ્યાં ઘઉંના ભાવ?
અમરેલી યાર્ડમા અાજે ટુકડા ઘઉંનાે ભાવ 375 થી 548 સુધી બાેલાયાે હતાે. ખેડૂતને સરેરાશ 456 રૂા. પ્રતિ મણનાે ભાવ મળી રહ્યાે હતેા. જયારે લાેકવનનાે 375 થી 433 ભાવ બાેલાયાે હતાે. અને સરેરાશ રૂા. 427 મળ્યાં હતા. કુંડલા યાર્ડમા ટુકડા ઘઉંના 375થી 475 અને લાેકવનના 350થી 433 બાેલાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.