અમરેલી:અમદાવાદ જવાની ના પાડતા ચલાલાના યુવકે દવા પી લીધી

ચલાલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ અમરેલી બાદ રાજકોટમાં સારવાર બાદ મોત નિપજ્યું

એક યુવકે એકાદ સપ્તાહ પહેલા લોકડાઉન દરમિયાન તેને અમદાવાદ જવુ હોય પરંતુ તેના પત્નીએ હાલમા આ સ્થિતિમા અમદાવાદ જવાની ના પાડતા તેને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આ યુવકનુ સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયું હતુ. અહી રહેતા દિપકભાઇ પ્રવિણભાઇ કથીરીયા (ઉ.વ.35) નામનો યુવક અમદાવાદમા બાંધકામનો ધંધો કરતા હોય તેઓ ચલાલા વતનમા આવ્યા હતા. તેના પત્ની પોલીસ લોકરક્ષક તરીકે નોકરી કરતા હોય પોતાને અમદાવાદ જવુ છે તેમ કહેતા તેના પત્નીએ હાલમા કોરોના વાયરસ તેમજ લોકડાઉન ચાલુ હોવાથી અમદાવાદ જવાની ના પાડી હતી. જો કે દિપકભાઇને લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને પગલે તેમને પ્રથમ અમરેલી અને બાદમા રાજકોટ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમા રિફર કરાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. 

અન્ય સમાચારો પણ છે...