તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાેધ:ART સેન્ટરના કર્મીનો કપાત પગારનાે અસ્વિકાર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા
  • ગુજરાત અેઇડસ કંટ્રાેલ સાેસાયટીના અધિકારીના મનસ્વી વલણનાે વિરાેધ

અમરેલીમા જનરલ હાેસ્પિટલમા અેઅારટી સેન્ટરમા ફરજ બજાવતા કર્મચારીઅાેઅે ગુજરાત સ્ટેટ અેઇડસ કંટ્રાેલ સાેસાયટીના અધિકારીના મનસ્વી વલણનાે વિરાેધ કરી અાવેલ કપાત પગારનાે અસ્વીકાર કરી વિરાેધ નાેંધાવ્યાે હતાે. ગુજરાત સ્ટેટ અેઇડસ કંટ્રાેલ સાેસાયટી અમદાવાદ દ્વારા કર્મચારીઅાેના નવા કરાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામા અાવી હતી. પરંતુ કચેરીના અધિકારી દ્વારા કર્મચારીઅાેના કરાર અને અેઅારટી સેન્ટર માટેની ગાઇડલાઇન્સમા સુચવેલ મુજબ ન કરાવી કર્મચારીઅાેને અહિત કે નુકશાન થાય તેવા મુદાઅાે ઉમેરીને કરાર કરવા જણાવ્યું હતુ.

અા અંગે અગાઉ પણ રજુઅાત કરાઇ હતી. પરંતુ કાેઇ પ્રત્યુતર ન અાપી કર્મચારીઅાે પર કડક વલણથી નિર્ણયાે લેવામા અાવ્યા હતા. કાેર્ટ કેસમા ન જાેડાયેલ કર્મચારીઅાેના પગાર બે માસથી અટકાવી દીધા હતા.જાે કે કાેઇપણ જાતની જાણ કર્યા વગર પગાર મનસ્વી રીતે કાપી લેવામા અાવ્યાે હતાે. અેચઅાઇવી ગ્રસ્ત દર્દીઅાેની રાેજબરાેજની નિયમીત દવાની જરૂરીયાત હાેય તેના હિતને ધ્યાને લઇ કર્મચારીઅાે ધરણા, હડતાલથી દુર રહ્યાં હતા. અને અાવેલ કપાત પગારનાે અસ્વીકાર કરી વિરાેધ નાેંધાવ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...