તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ઉઘરાવાતા દંડમાં ઘટાડો કરો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી સુવર્ણકાર સંઘ દ્વારા દુકાન સીલ નહી કરવાની પણ માંગણી કરાઇ

કાેરાેનાની મહામારીને પગલે લાેકડાઉન બાદ હાલ અનલાેક પીરીડનાે છઠ્ઠાે તબક્કાે ચાલુ છે. ત્યારે સરકાર દ્વારા નિયમાેની છુટછાટ અાપી અને સામાન્ય જનજીવન ધબકતુ થતુ જાય અને અાર્થિક, સામાજીક ગતિ વિધીઅાેથી વેગવાન બને તે જરૂરી છે. ત્યારે અમરેલી સુવર્ણકાર સંઘ દ્વારા તંત્ર દ્વારા માસ્ક કે સાેશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ લેવામા અાવતા દંડની રકમમા ઘટાડાે કરવામા અાવે તેવી માંગ કરવામા અાવી છે.

સુવર્ણકાર સંઘ દ્વારા જણાવાયું હતુ કે લાેકડાઉન દરમિયાન લાેકડાઉન ભંગના કાયદા હેઠળ અનેક વાહનાે જપ્ત કરી અને ભારે દંડની કાર્યવાહી કરવાનુ ચાલુ કરવામા અાવ્યું હતુ. પરંતુ રાજકીય અાગેવાનાે દ્વારા સરકારને યાેગ્ય સમયે રજુઅાત કરવાથી દરેકને મિનીમમ રૂપિયા 500નાે દંડ કરી દરેકના વાહનાેને મુકત કરવામા જણાવેલ. અા ઉપરાંત કાેવિડની શરૂઅાત થઇ ત્યારથી દર્દીના ઘરે તેમજ અાસપાસના વિસ્તારમા બાેર્ડ લગાડવામા અાવતા હતા. પરંતુ વહિવટી તંત્રને નિયમને કાયદા કાનુન હેઠળ યાેગ્ય ન હાેય સુપ્રિમ કાેર્ટ દ્વારા હવેથી અાવા બાેર્ડ ન મારવા કેન્દ્ર અને રાજય સરકારને સલાહ અાપવામા અાવી હતી. અાવી જ રીતે માસ્કમા દંડ બાબતે જે શરૂઅાતમા રૂપિયા 100 હતાે તે હવે રૂપિયા 1000 કરવામા અાવ્યાે છે. અને સાેશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ અેક હજારનાે દંડ, તેમજ દુકાન માેલ બંધ કરવાનાે હુકમ કરવામા અાવે છે તેમા અત્યંત ફેરફારની જરૂર છે. શૈક્ષણિક, પ્રવાસ, લગ્ન પ્રસંગ, ઇવેન્ટ, રમત ગમતમા જે પ્રતિબંધાે લાગે છે તે સંપુર્ણ રદ કરી જનજીવનને ધબકતુ કરવા માંગ કરાઇ છે.અા ઉપરાંત માસ્ક કે સાેશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂપિયા 100ના દંડની વસુલાત કરવામા અાવે તેમજ દુકાનને સીલ મારવાની કાર્યવાહીરદ કરવામા અાવે તેવી પણ માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો