ડ્રાઈવરની ઘટ:અમરેલી એસટીમાં નવા 33 ડ્રાઈવરની ભરતી, 44ને અન્ય ડિવીઝનમાં મુકાશે

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 88 ડ્રાઈવર અન્ય ડિવીઝનમાંથી અમરેલી આવશે: છતાં પણ ડ્રાઈવરની ઘટ
  • એસટીના અન્ય ડિવીઝનમાં ફરજ બજાવતા ડ્રાઇવરને વતનનો લાભ મળશે

અમરેલી એસટી ડિવીઝનમાં 33 નવા ડ્રાઈવરની ભરતી કરાઈ છે. સાથે સાથે 88 ડ્રાઈવર અન્ય ડિવીઝનમાંથી બદલી પામી અમરેલી વિભાગમાં આવશે. છતાં પણ અમરેલી એસટીના સાતેય ડેપોમાં ડ્રાઈવરની ઘટ વર્તાશે. આગામી દિવસોમાં ડ્રાઈવર ડેપોકક્ષાએ હાજર થશે. એસટીના વહિવટી અધિકારી એચ.એમ. અંસારીએ જણાવ્યું હતું કે અમરેલી, રાજુલા, બગસરા, ધારી, સાવરકુંડલા, બગસરા, ઉના અને કોડિનાર ડેપોમાં 744 જેટલા ડ્રાઈવરનું મહેકમ છે. તેમની સામે અત્યારે 643 જેટલા ડ્રાઈવર ફરજ બજાવી રહ્યા છે. અહી નવા ડ્રાઈવરની ભરતી કરાઈ છે.

એસટી નિગમ દ્વારા અમરેલી એસટી ડિવિઝનને 33 નવા ડ્રાઈવરની ફાળવણી કરી છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં વસવાટ કરતા અને એસટીના અન્ય ડિવીઝનમાં ફરજ બજાવતા ડ્રાઈવરને હવે વતનનો લાભ મળશે. આગામી દિવસોમાં એસટીના સાતેય ડેપોમાં 88 જેટલા ડ્રાઈવર અને ડ્રાઈવર કમ કંટકટર અન્ય ડિવીઝનમાંથી બદલી પામી અમરેલી આવશે. અહી 121 જેટલા ડ્રાઈવરની ભરતી કરાઈ છે. તો તેમની સામે અમરેલી એસટી ડિવીઝનમાંથી 44 ડ્રાઈવર અન્ય ડિવીઝનમાં જશે. ડ્રાઈવરની ભરતી છતાં પણ અમરેલી એસટીમાં ડ્રાઈવરની ઘટ વર્તાશે.

અન્ય સમાચારો પણ છે...