તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય મંત્રીને રજુઆત:જિલ્લામા સામુહિક આરાેગ્ય કેન્દ્રમાં ઓપ્થાલમીક આસિ.ની ભરતી કરો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાકીદે ભરતી કરાઇ તો ગામડાના લોકોને આંખની સારવાર માટે દૂર ન જવું પડે
  • જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજુઆત

અમરેલી જિલ્લામા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા અાંખને લગતી સારવાર મેળવવા લાેકાેને મુશ્કેલી પડી રહી છે. દર્દીઅાેને માેતીયાની તપાસ તેમજ અાેપરેશન માટે દુર જવુ પડતુ હાેય છે. ત્યારે તમામ સામુહિક અારાેગ્ય કેન્દ્રમા અાેપ્થાલમીક અાસિસ્ટન્ટની નિમણુંક કરવામા અાવે તે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને અારાેગ્યમંત્રીને રજુઅાત કરવામા અાવી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયા દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે અાંખની સેવાઅાે માટે અાંખના સર્જન દરેક સામુહિક અારાેગ્ય કેન્દ્ર ખાતે સરકારી ફાળવી શકે નહી પરંતુ અાંખના સર્જનની જગ્યાઅે અાેેપ્થાલમીક અાસિસ્ટન્ટની નિમણુંક કરવામા અાવે તાે નજીકના અારાેગ્ય કેન્દ્ર ખાતે લાેકાે જઇ અાંખની પ્રાથમિક તપાસ કરાવી શકે. ચશ્માના નંબરની તપાસ, માેતીયાની તપાસ, જામરની તપાસ, અાંખની અન્ય બિમારીની તપાસ કરાવી શકે.

તેમણે વધુમા જણાવ્યું હતુ કે હાલમા બગસરા, કુંકાવાવ, ચિતલ, વંડા, જાફરાબાદ, લીલીયા, ખાંભા, ધારી ખાતે અારાેગ્ય વિભાગ દ્વારા અાેપ્થાલમીક અાસિસ્ટન્ટની જગ્યાઅાે મંજુર કરાઇ છે. પરંતુ હાલમા લાઠી, ખાંભા અને ધારી અેમ ત્રણ જગ્યાઅાે જ ભરાઇ છે. અન્ય તાલુકા મથકાેમા અા જગ્યા ખાલી છે.

ત્યારે તાકિદે અા જગ્યાઅાે ભરવામા અાવે જેથી ગ્રામ્ય વિસ્તારના લાેકાેને અાંખની સારવાર માટે દુર સુધી જવુ ન પડે.

અન્ય સમાચારો પણ છે...