આ​​​​​​​વેદન:એસટી નિગમમાં એપ્રેન્ટીસ કરેલ વિદ્યાર્થીઓની ભરતી કરો

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડિયામાં તાલીમાર્થીઓએ મામલતદારને આ​​​​​​​વેદનપત્ર પાઠવ્યું

વડીયામા અેસટી નિગમમા અેપ્રેન્ટીસ કરતા તાલીમાર્થીઅાેઅે મામલતદારને અાવેદન પાઠવી કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે ઘણા વર્ષેાથી રાજય અેસટી વિભાગમા અેપ્રેન્ટીસ કરેલ તાલીમાર્થીને અેસટી વિભાગની ભરતીમા કાેઇ સ્થાન અપાતું નથી. અથવા તાે તેવા વિદ્યાર્થીઅાેને અેસટી વિભાગમા સર્ટિફિકેટના ગુણ કાેઇપણ ભરતીમા ગણવામા અાવતા નથી.

હાલ સ્કીલ ઇન્ડિયામાથી ભરતી કરવામા અાવે છે જેથી હજારાે અેપ્રેન્ટીસ કરેલા વિદ્યાર્થીઅાે હજુ બેરાેજગાર છે. વધુમા જણાવાયું હતુ કે વિદ્યાર્થીઅાેનુ ભવિષ્ય અંધકારમય ન બને અને કારકિર્દી ન બગડે તે માટે જેવી રીતે પીજીવીસીઅેલના અેપ્રેન્ટીસ તાલીમાર્થીઅાેને જેવી રીતે પરીક્ષા લઇ ભરતી કરવામા અાવે છે તેવી જ રીતે ગુજરાત અેસટી નિગમમા પણ પરીક્ષા લઇ વિદ્યાર્થીઅાેની ભરતી કરાઇ તેવી માંગણી કરાઇ છે. તસવીર- જીતેશગીરી ગાેસાઇ

અન્ય સમાચારો પણ છે...