• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Reception Ceremony Of Newly Appointed Office Bearers Of Savarkundla Legislative Assembly Was Held, A Large Number Of Office Bearers Were Present

સંગઠન મજબૂત કરવા કવાયત:સાવરકુંડલા વિધાનસભાના નવનિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારંભ યોજાયો, મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના વિસ્તારમાં ભાજપે સંગઠન મજબૂત કરવા કવાયત કરી
  • ગત વિધાન સભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા 5 બેઠકો કબજે કરવામાં આવી હતી

અમરેલી જિલ્લામાં 2017ની ગત વિધાન સભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા 5 બેઠકો કબજે કરવામાં આવી હતી. જેમાં ધારી-બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. તે ઉપરાંત હજુ અમરેલી વિધાનસભા, લાઠી-બાબરા વિધાનસભા, સાવરકુંડલા-લીલીયા વિધાન સભા અને રાજુલા જાફરાબાદ વિધાનસભાની 4 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે. જેથી ભાજપ દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી આ બેઠકો 2022માં આંચકી કબજે કરવા માટે કવાયત અત્યારથી શરૂ કરાઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપ સતત કાર્યક્રમો અને હોદ્દેદારોની નિમણુંક કરી કાર્યકરોમાં ઉત્સાહ પુરી રહ્યું છે. આવતી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઇ સંગઠન મજબૂત કરવા ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. જેના અંતર્ગત સંગઠનના હોદ્દેદારોથી લઈને સાંસદ સહિત નેતાઓ સક્રિય જોવા મળ્યા હતા.

જેના ભાગરૂપે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સત્કાર સમારોહ કાર્યકમ યોજાયો હતો. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, સ્થાનિક હોદ્દેદારો અને નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જો કે સામાન્ય કાર્યક્રમ હોવા છતાં મોટી સંખ્યામાં ભાજપ દ્વારા કાર્યકરો એકઠા કરી સંગઠન વધુ મજબૂત બનાવવા કવાયત તેજ કરાઈ હતી.