તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલાના ચાંચમાં વાવાઝોડામાં ધોવાણ થયેલ રોડ નવો બનાવો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરી

રાજુલા તાલુકાના ચાંચ ગામે વાવાઝોડા દરમિયાન મચ્છી વસાહતપરામાં દોઢ કિલોમીટર સુધી માર્ગનું ધોવાણ થયું હતું. અહીં નવો માર્ગ મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત કરી હતી. રાજુલાના ચાંચ ગામના સરપંચ કાનજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે અમારૂ ગામ દરિયાઈ ટાપુ વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે. અહીં 13 હજાર જેટલી વસ્તી છે. જેમાં મોટા ભાગના શ્રમજીવી અને મજુર વર્ગ છે. ચાંચમાં વિકાસની કામગીરી કરવામાં આવી હતી.

પરંતુ થોડા સમય પહેલા આવેલ વાવાઝોડાએ ગામમાં નુકશાની સર્જી હતી. અહીં ભારે પવન અને વરસાદના કારણે મચ્છી વસાહતથી બાબરીયાપરા રામદેવ મંદિર સુધી દોઢ કિલોમીટરના માર્ગનું ધોવાણ થયું હતું. જેના કારણે અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસુ નજીક આવી ગયું છે.

આગામી સમયમાં વરસાદ પડશે. ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. ત્યારે ચાંચ ગામમાં વાવાઝોડામાં ધોવાણ થયેલ દોઢ કિલોમીટરના માર્ગ મંજુર કરી નવો બનાવવા તેમણે માંગણી કરી હતી.આમ, વહેલીતકે રોડ બનાવવામાં આવે લોકોને પડતી હાલાકી દૂર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...