રજૂઆત:લીલિયાના કુંતાણાથી સનાળિયાને જોડતા રોડનું રી - સર્ફેસીંગ કરો

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સમિતિના ચેરમેનની માર્ગ, મકાનના કેબીનેટ મંત્રીને રજૂઆત

લીલિયા તાલુકાના કુંતાણાથી સનાળીયાના માર્ગનું રી- સર્ફેસીંગ કરવા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેને માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રીને રજૂઆત કરી હતી. સાથે સાથે ટીંબી અને મોટા ચારોડીયા નોન પ્લાન રોડના જોબ નંબર ફાળવવા પણ માંગણી કરી હતી.અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાતે માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદીને રજૂઆતમાં જણાવ્યું હતું કે કુંતાણાથી સનાળીયા સુધીનો રોડ અતિ બિસ્માર છે. અહી કુંતાણા ગામ પાસે ખારી નદી પરનો કોઝવે પણ નીચો છે.

જેના કારણે ચોમાસા દરમિયાન ગ્રામજનોને તાલુકા મથકે આવવા માટે હાડમારી વેઠવી પડે છે. ત્યારે તાત્કાલીક અહીના રોડનુ રી- સરફેસીંગ કરવા તેમણે માંગણી કરી હતી. બીજી તરફ સનાળીયાથી ટીંબી સુધીના માર્ગ પરથી દિવસમાં અનેક લોકો પસાર થાય છે. અહી કાચો રસ્તો છે. પાકો રસ્તો નથી. ત્યારે અહી તાત્કાલીક સર્વે કરી નવા માર્ગ અંગે જોબ નંબર ફાળવવા જરૂરી છે. જેના કારણે બંને ગામના લોકોને પાકો રોડ મળશે. તેમજ લીલીયાના કુંતાણાથી ગારીયાધારના મોટા ચારોડીયા રોડ બે જિલ્લાને જોડતો રસ્તો છે. અહી જુના કાર્યરત રસ્તાનો સર્વે કરી નોન પ્લાન રોડને જોબનંબર ફાળવવા તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...