સરકાર દ્વારા 15થી 59 વર્ષના લોકોને કોવિડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ નિઃશુલ્ક ફ્રીમા આપી ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવામાં મહત્વપૂર્ણ સફળતા મળેલ છે પરંતુ ત્રીજા ડોઝ માટે રાજય સરકારની જુદી જુદી કોર્પોરેટ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝ પોતાના CSR ફંડમાંથી સામાજીક જવાબદારીના ભાગરૂપે કોવિડ રસીકરણ માટે જોડાય તો લોકોને ફાયદો થાય તેવુ કેન્દ્ર સરકાર તરફથી સૂચન મળેલ છે જે અંતર્ગત અમરેલી જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા,ડીડીઓ દિનેશ રમેશ ગુરવ અને CDHOશ્રી ડૉ.જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ RCHO ડૉ.એમ.પી.કાપડિયા દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી બાબતે રાજુલા તાલુકાના એપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટના ડૉ.શૈલેન્દ્ર ગુપ્તા - CSR અને વિશાલ બરવે,GHCL વિકટરના જનરલ મેનેજર જોષી અને ડૉ.રવિ સોલંકી,અલ્ટ્રાટેક કોવાયાના CMO ડૉ.એમ.કે.નાયા,GSPC કોવાયાના નરેશભાઈ ઉકાણી સાથે પ્રિકોશન ડોઝના કોવિડ રસીકરણ બાબતે મુલાકાત કરી સહભાગી થવા અપીલ કરી હતી.
18 થી 59 વર્ષના લોકોના પ્રિકોશન ડોઝ બાબતે ડૉ.એમ.પી.કાપડિયા સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા અને નયનભાઈ સોની દ્વારા CSR ફંડમાંથી કોવિડ રસીના ડોઝ ફાળવી આપવા બાબતે કરેલ મિટિંગમાં સકારાત્મક અભિગમ દેખાતા આવનારા સમયમાં લોકોને વિનામૂલ્યે નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ મળવાની શક્યતાઓ ઉજળી દેખાતા રાજુલા-જાફરાબાદ તાલુકાના દત્તક લીધેલ ગામો અને અન્ય ગામોના લોકોમા આનંદની લાગણી જોવા મળી હતી.
કોવિડ રસીના પ્રિકોશન ડોઝ ફ્રીમા લોકોને ઉપલબ્ધ કરાવવા માટે કોર્પોરેટ સેક્ટર દ્વારા આ બાબતે જરૂરી ફોર્માલિટી પૂરી કરી સમાજને મદદરૂપ થવા માટે તત્પર હોવાનુ જણાવેલ તેમજ આરોગ્ય અને વહીવટી વિભાગ દ્વારા આ બાબતે પ્રશંસાપત્ર આપી સમય આવ્યે કરવામા આવેલ કામગીરીને બિરદાવવામા અને પ્રશંશા કરવામાં આવશે.
અમરેલી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ફાળવેલ રસીના ડોઝને પ્રિકોશન ડોઝ માટે બાકી લોકોને સરળતાથી આપી આવનારા ચોથા વેવને રોકવામાં સફળતા મળશે સાથે લોકોની આરોગ્ય સુખાકારીમા પણ વધારો થશે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.