હાલાકી:વાવાઝોડા બાદ રાયડી, પાટીમાં ખેતીવાડીની વીજળીના ધાંધિયા

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભાના અનેક ગામમાં પણ વીજ પુરવઠો શરૂ થયો નથી
  • વીજળી અપાવવા ભાજપ, કોંગ્રેસના નેતાએ મૌન ધારણ કર્યું

ખાંભાના ડેડાણ વિજ સબસ્ટેશન નીચે આવતા રાયડી અને પાટી ગામોમાં ખેતીવાડીના વિજ પુરવઠાના ધાંધીયા જોવા મળે છે. તેમજ ખાંભા તાલુકાના અનેક ગામડાઓમાં વાવાઝોડાના અઢી માસ બાદ પણ હજુ સુધી ખેતીવાડીનો વિજ પુરવઠો શરૂ થયો નથી. જેના કારણે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. ગ્રામજનોએજણાવ્યું હતું કે વાવાઝોડામાં વિજપોલ ધરાયાઇ થયા હતા. પીજીવીસીએલની ટીમે જ્યોતીગ્રામ ફીડર તો શરૂ કર્યા છે. પણ હજુ સીધી ખેતીવાડીના વિજ પુરવઠાના કોઈ ઠેકાણા નથી.

ડેડાણ સબસ્ટેશન નિચે આવતા રાયડી અને પાટી ગામમાં છેલ્લા 15 દિવસથી ખેતીવાડીનો વિજ પુરવઠો શરૂ થયો હોવાનો વિજ તંત્ર દાવો કરી રહ્યું છે. પણ અહી માર્ગ પર ઠેરઠેર વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા વિજપોલ હજુ સુધી ઉભા કરાયા નથી. બીજી તરફ વરસાદ ખેંચાતા પાકને પણ અત્યારે પાણીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. પણ વિજ તંત્રના પાપે હજુ સુધી ખેતીવાડીનો વિજ પુરવઠો શરૂ થયો નથી. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહી વિજળી આપાવવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...