રાવણ દહન:અમરેલી જિલ્લાના દરિયા કાંઠે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ રાવણ દહન કરાયો

અમરેલી2 મહિનો પહેલા
  • રાજુલા નજીક આવેલા કોવાયા ગામમાં અલ્ટ્રાટેક ટાઉનશીપ ખાતે કાર્યકમ યોજાયો

અમરેલી જિલ્લામા દશેરા નિમિતે દિવસ ભર અલગ અલગ રીતે ઉજવણીઓ કરાય છે. રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ટાઉનશીપમાં દશેરા નિમિતે દર વર્ષે રાવણ દહન કરાય છે. એજ રીતે આ વર્ષે પણ કંપની દ્વારા રાવણ દહન કરાયો હતો.

આ કાર્યક્રમમાં કંપનીના યુનિટ કર્મચારી ઓ સહિત એચ આર.હેડ ભાનુકુમાર પરમાર સહિત ઓફિસર કર્મી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા સાથે આકાશ બાજી જોવા મળી હતી.

સમગ્ર જિલ્લામાં અંતિમ દિવસે નવલા નોરતાની શાનદાર ઉજવણી જોવા મળી હતી. કુંકાવાવ નજીક આવેલા રાંદલના દડવામાં આવેલા રાંદલ માતાજીના સાનિધ્યમાં મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી કરાય છે. દશેરાના દિવસે મંદિરે પ્રાચીન ગરબીનું આયોજન કરાય છે અને બાળાઓ સહિત શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...