તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:અમરેલીમાં ઘરે બેસી સિલાઈ કામ કરતી 60 બહેનોને રાશન કીટ અપાઇ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીની લોકડાઉનના સમયે દિવ્ય ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી લોકોને મદદ મળી

કોરોના મહામારીના કારણે અમલમાં આવેલ મીની લોકડાઉનને અસંખ્ય કુટુંબો માટે આર્થિક સંકટ ઉભું થયું છે. વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટકી પડતા તેનો માર ગરીબ પરિવારો પર પડ્યો છે. ત્યારે અમરેલીમાં દિવ્ય સેવા ફાઉન્ડેશનના સહયોગથી ઘરે બેસી સિલાઈ કામ કરતી 60 મહિલાને રાશન કીટ વિતરીત કરાઈ હતી. અમરેલીમાં કોરોનાની પ્રથમ વેવમાં પણ લોકોની પડખે ઉભા રહેલ ડો. ભરતભાઇ કાનાબાર અને પી.પી. સોજીત્રાએ બીજા વેવના પીક દરમિયાન મફત એમ્બ્યુલન્સ સેવા અને ટીફીન સેવાના માધ્યમથી લોકોને મદદ પહોંચાડી હતી.

હવે લંડન સ્થિત ભારતીબેન કંટારીયાના દિવ્ય સેવા ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ડો. ભરતભાઇ કાનાબાર અને પી. પી. સોજીત્રાએ ઘરે બેસી સિલાઈ કામ કરતી 60 મહિલાને રાશન કીટ વિતરીત કરી હતી. અહીં 5 વ્યક્તિના પરિવારને 20 દિવસ ચાલે તેટલુ રાશન પહોંચાડાયું હતું. આ તકે સ્વાતિબેન જોષી, ડો. રાજુભાઇ કથરીયા, ચેમ્બર ઓફ કોમર્સના યોગેશભાઇ કોટેચા, અનુકંપા ટ્રસ્ટના વિપુલભાઇ ભટ્ટી, દિપકભાઇ વઘાસીયા, કમલેશભાઇ ગરણીયા, તુલસીભાઇ મકવાણા, ચેતનભાઇ રાવળ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...