વૃક્ષારોપણ:દામનગર, બાબરાના મંદિર પરિસરમાં દુર્લભ કૈલાસપતિ વૃક્ષનું વાવેતર કરાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુર્લભ કૈલાસપતિ વૃક્ષ - Divya Bhaskar
દુર્લભ કૈલાસપતિ વૃક્ષ
  • ગ્રીન આર્મીની ટીમના સભ્યોનું પ્રકૃતિનું જતન

દામનગર અને બાબરા ખાતે મંદિરના પરિસરમાં સુરતની ગ્રીન આર્મી દ્વારા દુર્લભ એવા કૈલાશ પતિ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ટીમના સભ્યો દ્વારા આ રીતે પ્રકૃતિનું જતન કરાઈ રહ્યું છે દામનગર સ્વંયભુ પ્રગટ પ્રકૃતિના ખોળે બિરાજતા કુંભનાથ મહાદેવ મંદિર પરિસર અને બાબરા તાપડીયા આશ્રમ પરિસરમાં આજરોજ ગ્રીન આર્મી ટીમ દ્વારા સુરતથી દામનગરના વૃક્ષ પ્રેમી એવા ગ્રીન આર્મીના ધીરુભાઈ જીવરાજભાઈ (બોખા) ડભોયાએ આ વૃક્ષનું વાવેતર કર્યું છે.

કુમનાથ મહાદેવ મંદિરના પટણાગણમા પવિત્ર કૈલાસ પતિનાં વૃક્ષનુ વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ એક વૃક્ષ બાબરા તાપડીયા આશ્રમે પણ વવાયું છે. તેમજ તેના જતન કરવાની જવાબદારી સોંપી દેવાઇ હતી. અહી અતિ દુર્લભ જાતિનું પુષ્પ કૈલાસપતિ શિવલીગ પુષ્પછોડનું રોપણ કરાયું હતું પર્યાવરણ બચાવવા અને પ્રકૃતિ જળવાઈ રહે છે એ હેતુંથી એક પ્રયાસ કરી સૃષ્ટિના સમસ્ત જીવાત્માનુ કલ્યાણ થાય એ હેતુસર ગ્રીન આર્મીએ સુંદર સદેશ સાથે આ કામ કર્યું હતું. ગ્રીન આર્મીના સદસ્ય ધીરુભાઇ જીવરાજભાઈ (બોખા) ડભોયા અને કાર્યકર વજુભાઇ રૂપાધડાની ઉપસ્થિતિમાં વૃક્ષ દેવ ભવના સંદેશ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...