સાવરકુંડલા તાલુકાના નવા ગોરડકામા રહેતો એક યુવક ગામમા આયુષ્યમાન કાર્ડ કઢાવવાનો કેમ્પ હોય તેમા કાર્ડ કઢાવવા માટે ગયો હતો ત્યારે ફિંગર પ્રિન્ટ ન આવતા ઓપરેટરે તેને ગાળો આપી ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
યુવકને ગાળો આપી ધમકી દીધાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના નવા ગોરડકામા બની હતી. અહી રહેતા ઘુઘાભાઇ જીવાભાઇ લાડુમોર (ઉ.વ.35) નામના યુવાને સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના ગામમા રામજી મંદિરે કેમ્પનુ આયોજન કરાયુ હોય અહી સરપંચ સહિત લોકો હાજર હતા.
તેમને આયુષ્યમાન કાર્ડ કઢાવવુ હોય જેથી તેઓ અહી ગયા હતા. તેમનુ ઓનલાઇન ફિંગર પ્રિન્ટ આવતુ ન હોય જેથી ઓપરેટર ઉદય વિરાભાઇ ચાંદુએ તેમને ગાળો આપી હતી. જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી. ત્યારે હાજર સરપંચ સહિતે ઉદયભાઇને સમજાવ્યા હતા. બાદમા ઘુઘાભાઇ વાડીએ જતા રહ્યાં હતા. બાદમા તેઓ મોટર સાયકલ લઇને ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે તેના ઘર પાસે ઉદય ચાંદુ કાર લઇને આવ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે એએસઆઇ કે.એ.સાંખટ તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.