ફરિયાદ:મહિલાને મજુરાે ફાેન કરતા હાેઇ ઠપકાે આપવા જતાં યુવકને માર માર્યો, રાવ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સાેએ ઉશ્કેરાઇ જઇ બાેલાચાલી કરી : સામસામી પાેલીસ ફરિયાદ

બાબરા તાલુકાના ગળકાેટડીમા રહેતા અેક યુવકના સાળાના દીકરાની પત્નીને મજુરાે ફાેન કરતા હાેય આ મુદે ઠપકાે આપવા જતા ચાર શખ્સાેઅે બાેલાચાલી કરી લાેખંડની કાેશ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેચાડતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના બાબરામા બની હતી. ગળકાેટડીમા રહેતા દિલીપભાઇ બાલાભાઇ ખટાણા (ઉ.વ.37) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે બદરૂભાઇ વલ્લભભાઇ વાઘેલાને કહ્યું હતુ કે તમારા મજુરાે જયરાજભાઇની પત્નીને ફાેન કરે છે

તે મુદે મનદુખ રાખી બદરૂભાઇ તેમજ મુકેશ વલ્લભ, જીતુ જગા વિગેરેઅે લાેખંડની કાેશ અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.જયારે મુકેશભાઇ વલ્લભભાઇ વાઘેલાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મિત્ર જીતુભાઇને પ્રેમ સંબંધાેની વાતાે ન કરવા જણાવેલ તે વાતનુ મનદુખ રાખી દિલીપ બાલાભાઇ ખટાણા, રાયધન બાલાભાઇ ખટાણા, જયરાજ હિરજી ચારાેલીયાઅે બાેલાચાલી કરી પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઅેસઆઇ વી.સી.બાેરીચા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...