સ્પર્ધા:અમરેલી શહેરમાં સારહી યુથ ક્લબ ઓફ દ્વારા લોકોની કલા પ્રસ્તુત કરવા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજનમાં 15થી 60 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો

દિવાળીનો તહેવાર લોકો ઉત્સાહ સાથે ઉજવતા હોય છે. 2 વર્ષ કોરોના કાળના હાહાહકાર બાદ આ વર્ષેની દિવાળીની લોકો ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી રહી રહ્યા છે. ત્યારે અમરેલી શહેરમાં સારહી યુથ ક્લબ ઓફ દ્વારા શહેરના લોકોની કલા પ્રસ્તુત કરવા માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. આ રંગોળીના આયોજનમાં 15થી 30 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત 31 વર્ષથી 60 વર્ષ સુધીના લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અલગ અલગ રંગોળી ઓ કરી હતી.

સ્પર્ધક યુવતી હેતવા પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સંસ્થાનો આભાર પહેલા તો કેમ કે અમને આ સ્પર્ધા રજૂ કરવાનો મોકો મળ્યો જેથી અમે આજે અમારી કલા રજુ કરી છે. આ ઉપરાંત હજુ પણ અલગ અલગ સ્પર્ધા કરે તેવી અમારી અપેક્ષા છે..દિવાળી તહેવારને લઈ છેલ્લા 1 અઠવાડિયાથી દરેક તાલુકા મથકમાં જિલ્લામાં શહેરની મુખ્ય બજારોમાં અલગ અલગ રંગોળી માટે કલરનું વેચાણ થઈ રહ્યું છે. લોકો ખૂબ કલર લઈ રહ્યા છે. દરેક લોકો આ પરંપરા દિવાળીની જાળવી રાખવા માટે રંગો લઈ રંગે ચંગે ઉજવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...