પ્રતિષ્ઠા મહોત્સવ:દામનગરમાં રામદેવજી મંદિર જીર્ણોધ્ધાર મહાયજ્ઞ યોજાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 125 ગામોમાંથી સમસ્ત ભરવાડ સમાજની ઉપસ્થિતિ : ધર્મસભા યોજાઇ

દામનગરમાં સમસ્ત ખારાપાટ સમાજ ઠાકર દ્વારા રામદેવજી મંદિર જીર્ણોધ્ધાર મહાયજ્ઞનુ આયોજન કરાયુ હતુ. જેમા 125 ગામોમાથી સમસ્ત ભરવાડ સમાજની ઉપસ્થિતિ વચ્ચે રથયાત્રા, ધર્મસભા સહિત ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ. રામદેવજી મંદિર જીર્ણોધ્ધાર મહાયજ્ઞમાં જંગમી તીર્થંકર સમાં સંતો સહિત સમસ્ત ખારાપાટ ભરવાડ સમાજના 125ગામોમાંથી ભરવાડ સમાજની ઉપસ્થિતિમાં ભવ્ય મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો.

અહી અગમ દિવાકર સમાં સંતોની ધર્મસભા મળી હતી. અહી મોટી સંખ્યામા ભાવિકોએ યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહાયજ્ઞ, જયોત દર્શન અને સંતના સામૈયા કરાયા હતા. આ તકે સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમા કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. આ દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમા મોટી સંખ્યામા ભાવિકોએ હાજર રહી લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...