તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રાજુલાના ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં માછીમારોની પ્રાથમિક સુવિધાનો મુદ્દો ઉઠાવ્યો

અમરેલીએક મહિનો પહેલા

રાજુલા જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાનસભા ગૃહમાં વિવિધ પ્રશ્નનો ઉઠાવી રહ્યાં છે. માછીમારોને પ્રાથમિક સુવિધા અને પડતર પ્રશ્નનો ઉઠાવ્યા ડ્રેજિંગની સુવિધા બોટ લાંગરવા માટે 500 મીટર જેટી બની છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં ટૂંકી પડતી હોવાથી વાંરવાર અંદરો અંદર ઘર્ષણના બનાવો બને છે.

ગૃહમાં સતત લોકોના પ્રશ્નનો ઉઠાવી રજૂઆતો કરી

જેથી જેટી ફરી લંબાવવા માટેના પ્રશ્નનો અને દરિયાઈ 108 ની સેવા જે ભૂતકાળમાં હોત તો ઘણા લોકોના જીવ બચાવી શક્યા હોત આવા મહત્વના પ્રશ્નનો અંગે ગંભીરતા ક્યારે દાખવો આ પ્રકારના પ્રશ્નનો પણ ઉઠાવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભા ગૃહમાં સતત લોકોના પ્રશ્નનો ઉઠાવી રજૂઆતો કરી રહ્યાં છે.

સૌવનો વિકાસ ગોટે ચડ્યો છે - રાજુલા જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર

ધારાસભ્ય અંબરીશ ડેરે વિધાનસભામાં અંતિમ પ્રશ્નનોમાં કહ્યું ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌવ સાથ સૌવનો વિકાસ પરંતુ સૌવનો સાથ બરાબર છે. સૌવનો વિકાસ ગોટે ચડ્યો છે. ત્યારે સૌવનું કલ્યાણનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી બાબતે સારું થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો